News Continuous Bureau | Mumbai
Suryakumar Yadav Catch : ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી ICC T20 વર્લ્ડ કપ 2024માં ( ICC T20 World Cup 2024 ) જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાએ 2007માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલ ટી-20 વર્લ્ડ કપ જીત્યો હતો. છેલ્લા 17 વર્ષ બાદ ભારત આ ટુર્નામેન્ટમાં જીત્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમે 17 વર્ષના ઈંતજારનો ગઈકાલે અંત આણ્યો હતો.
ટીમ ઈન્ડિયાને ( Team India ) છેલ્લી ઓવરમાં વર્લ્ડ કપ ( T20 World Cup ) જીતવા માટે 16 રન બચાવવાના હતા. તે સમયે દક્ષિણ આફ્રિકાનો ખતરનાક બેટ્સમેન ડેવિડ મિલર ( David Miller ) મેદાન પર હાજર હતો. તેથી મેચ આફ્રિકાની તરફેણમાં ચાલી રહી હતી. હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં સચોટ બોલિંગ કરી હતી અને માત્ર 8 રન આપ્યા હતા. તેણે ડેવિડ મિલરને ઓવરના પહેલા જ બોલે આઉટ કર્યો હતો. આ વિકેટનો ( Wicket ) બધો શ્રેય સૂર્યકુમાર યાદવને ફાળે ગયો હતો. તેણે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર ફિલ્ડિંગ કરી હતી અને મિલરનો કેચ પકડ્યો હતો. સૂર્યાએ આ કેચ પકડ્યા બાદ જ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના જીતની શરુઆત થઈ હતી.
View this post on Instagram
Suryakumar Yadav Catch : સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો…
છેલ્લી ઓવર હાર્દિક ફેંકવા આવ્યો ત્યારે ડેવિડ મિલર સ્ટ્રાઇક પર હતો. ભારત અને ટી-20 વર્લ્ડ કપના ખિતાબ વચ્ચે ડેવિડ મિલર એકમાત્ર અવરોધ હતો. તે સમયે હાર્દિકે ઓફ સ્ટમ્પની બહાર લો ફુલ ટોસ બોલ ફેંક્યો હતો. ત્યારે મિલરે બોલને લોંગ ઓફ તરફ ફટકાર્યો હતો. મિલરનો આ શોટ બાઉન્ડ્રી લાઇનને પાર કરતો હોય તેવું પ્રથમ બધાને લાગ્યુ હતું. પરંતુ તે જ સમયે સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. ભારતની જીતમાં આ કેચ ઘણો મહત્વનો રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: Hardik Pandya: ભારત T20 વર્લ્ડ કપમાં જીત્યા બાદ હાર્દિક પંડ્યા થયો ભાવુક, કહ્યું છેલ્લા છ મહિના રહ્યા બહું સંઘર્ષ ભર્યા.. જુઓ વિડીયો…
છેલ્લા છ મહિનાથી ક્રિકેટ સમર્થક દ્વારા ટિકાનો સામનો કરી રહેલ હાર્દિક પંડયાએ આખરી ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રન કરવા દીધા નહતા અને આમ દક્ષિણ આફ્રિકાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 169 રન બનાવ્યા હતા. તેથી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું આઇસીસી ટુર્નામેન્ટ જીતવાનું સ્વપ્ન સાકાર થયું હતું. ભારતીય ટીમે આ ખિતાબ સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડને પણ વિદાય આપી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)