Site icon

IND vs ENG Weather: શું T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઈ જશે? જાણો ભારત-ઈંગ્લેન્ડ મેચ દરમિયાન ગયાનામાં કેવું રહેશે હવામાન

IND vs ENG Weather: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વરસાદ પડી શકે છે. જેના કારણે આ મેચ રદ્દ થઈ શકે છે. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પહોંચી જશે. ભારતીય ટીમ ગ્રુપ-1માં ટોપ પર છે, જેના કારણે મેચ રદ્દ થતાની સાથે જ રોહિત બ્રિગેડને ફાઇનલમાં જગ્યા મળી જશે.

T20 World Cup 2024 Rain threat looms over India-England semi-final in Guyana, weather updates awaited

T20 World Cup 2024 Rain threat looms over India-England semi-final in Guyana, weather updates awaited

News Continuous Bureau | Mumbai

IND vs ENG Weather: T20 વર્લ્ડ કપ 2024 ની બીજી સેમિફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુયાનાના ( Guyana ) પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડની ટીમો 2022માં આયોજિત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં આમને-સામને રમી હતી. 2022માં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. હવે 2024 T20 વર્લ્ડ કપમાં ( T20 World Cup 2024  ) ભારતીય ટીમ ઈન્દ્ર દેવના આશીર્વાદથી ઈંગ્લેન્ડ સાથે મેચ રમ્યા વિના જ હરાવી શકે છે. 

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સેમીફાઈનલ મેચમાં વરસાદ ( Rain ) પડી શકે છે. જેના કારણે આ મેચ ( T20 Semifinale ) રદ્દ થઈ શકે છે. જો વરસાદના કારણે આ મેચ રદ્દ થશે તો ટીમ ઈન્ડિયા ( Team India ) સીધી ફાઈનલમાં પહોંચી જશે. ભારતીય ટીમ ગ્રુપ-1માં ટોપ પર છે, જેના કારણે મેચ રદ્દ થતાની સાથે જ રોહિત બ્રિગેડને ફાઇનલમાં જગ્યા મળી જશે. 

જ્યારે મેચ ( Cricket Match ) વરસાદને કારણે વિક્ષેપિત થાય છે અને પરિણામ DLS પદ્ધતિથી નક્કી કરવાનું હોય તો ઓછામાં ઓછી 10 ઓવર રમવી જરૂરી છે. જ્યારે સામાન્ય રીતે T20 મેચોમાં ( T20 Match ) ,  DLS પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે પછી ભલે તે રમત 5-5 ઓવરની હોય. જોકે, ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે 250 મિનિટ વધારાની રાખવામાં આવી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચે છે કે પછી ભગવાન ઈન્દ્રના આશીર્વાદ તેમને ફાઈનલ સુધી લઈ જાય છે

આ સમાચાર પણ વાંચો :  Mumbai: બોરીવલીના ચીકુવાડીમાં કોન્ટ્રેક્ટરની ખુલી પોલ, રોડનું કામ નિકળ્યું હલકી ગુણાવત્તાવાળુ, ફરી નજરે ચઢ્યા ખાડા. જાણો વિગતે.

IND vs ENG Weather: જો રિપોર્ટ્સનું માનીએ તો ગયાનામાં મેચના દિવસે એટલે કે આજે અહીં વરસાદની 60 થી 70 ટકા શક્યતા છે….

જો રિપોર્ટ્સનું માનીએ તો ગયાનામાં મેચના દિવસે એટલે કે આજે અહીં વરસાદની 60 થી 70 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં, ચાહકોને સંપૂર્ણ રમત જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું. સ્થાનિક સમય અનુસાર, મેચ સવારે 10:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે) શરૂ થશે. સવારે એટલે કે મેચના સમયે વરસાદની શક્યતા લગભગ 35 ટકા છે, જે બપોરે 1 વાગ્યા સુધીમાં વધીને લગભગ 65 ટકા થઈ શકે છે. 

નોંધનીય છે કે, રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ સતત તમામ મેચો જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ગ્રુપ સ્ટેજમાં ભારતે આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામે સતત ત્રણ મેચ જીતી હતી. ત્યાર બાદ કેનેડા સામે રમાનાર ચોથી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પછી સુપર-8માં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને સતત ત્રણ મેચમાં હરાવ્યું હતું. 

 

Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Alyssa Healy: એલિસા હિલીની કપ્તાની ઇનિંગ્સથી ઓસ્ટ્રેલિયાનો મહિલા વનડેમાં સૌથી સફળ રનચેઝ
Rinku Singh extortion case: ક્રિકેટ જગતમાં સનસનાટી: રિંકુ સિંહ અને ઝીશાન સિદ્દીકી ને D-કંપનીના નામે ધમકી, ₹ ૫ કરોડની ખંડણી રેકેટનો પર્દાફાશ
Hikaru Nakamura: ટેક્સાસમાં યોજાયેલા ચેસ ઇવેન્ટમાં હિકારુ નાકામુરાએ ગુકેશનો કિંગ પીસ ફેંક્યો, સોશિયલ મીડિયા પર વિવાદ
Exit mobile version