News Continuous Bureau | Mumbai
T20 World Cup: T20 વર્લ્ડ કપ 2024 ની છેલ્લી પ્રેક્ટિસ મેચ ( Practice Match ) ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ મેચનો એક સીન સોશિયલ મિડીયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં રોહિત શર્માનો એક ફેન સિક્યોરિટીથી બચીને મેચ દરમિયાન રોહિતને મળવા મેદાનમાં આવી પહોંચ્યો હતો.
ન્યૂયોર્કના ( New York ) નવા બનેલા નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચમાં આ ચાહકે અમેરિકન પોલીસને ચકમો આપ્યો હતો. મેચ દરમિયાન એક પ્રશંસક રોહિત શર્માને ( Rohit Sharma ) મળવા માટે મેદાન પર દોડી ગયો હતો અને હિટમેનને ગળે મળ્યો હતો. જો કે, અમેરિકન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને તેને ( Rohit Sharma Fan ) પકડી લીધો હતો, આ સમયે રોહિત શર્મા તેને શાંત રહેવા માટે કહી રહ્યો હતો, એમ વિડીયોમાં જોઈ શકાય છે.
The fan who breached the field and hugged Rohit Sharma was taken down by the USA police.
– Rohit requested the officers to go easy on them. pic.twitter.com/MWWCNeF3U2
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 1, 2024
T20 World Cup: ભારતે 60 રને આ પ્રેક્ટિસ મેચ જીતી લીધી હતી..
બાંગ્લાદેશ સામેની એક માત્ર પ્રેક્ટિસ મેચમાં ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે અને અર્શદીપ સિંહે પોતાની તાકાત બતાવી હતી. આ ખેલાડીઓએ પોતાની શાનદાર રમતથી ટ્રોફી જીતવાની ચાહકોની આશાને પાંખો આપી હતી. આ મેચમાં રિષભ પંતે 32 બોલમાં 165.62ની સ્ટ્રાઈક રેટથી 53 રન બનાવ્યા હતા. તો હાર્દિક પંડ્યાએ 173.91ના સ્ટ્રાઈક રેટથી 23 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ 3 ઓવરમાં 4.33ની ઈકોનોમી સાથે 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. ત્યારે અર્શદીપ સિંહે પણ 3 ઓવરમાં 4 ની ઈકોનોમિથી 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
આ સમાચાર પણ વાંચો: Metro Train: મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનની કામગીરી પુરજોશમાં, મેટ્રો રૂટમાં આવતા સાબરમતી અને નર્મદા કેનાલના પુલો પર લોડ ટેસ્ટિંગ કરાયું.
આ પ્રેક્ટિક મેચની વાત કરીએ તો, ભારતીય ખેલાડીઓ ( Indian cricketers ) ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ ( Team India ) 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને બાંગ્લાદેશને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 122 રન જ બનાવી શકી હતી. જે બાદ ભારતે 60 રને આ પ્રેક્ટિસ મેચ જીતી લીધી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)