Site icon

T20 World Cup: રોહિત-કોહલીએ T20માંથી નિવૃત્તિની કરી જાહેરાત, T-20 જીત સાથે મળી યાદગાર વિદાય.. જાણો વિગતે…

T20 World Cup: ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ ફરી એકવાર ભારતીય સમર્થકોનું સપનું સાકાર કર્યું છે.

T20 World Cup Rohit-Kohli announces retirement from T20, memorable farewell with T-20 win.. Know details..

T20 World Cup Rohit-Kohli announces retirement from T20, memorable farewell with T-20 win.. Know details..

News Continuous Bureau | Mumbai

T20 World Cup:  વિરાટ કોહલી ( Virat Kohli ) અને રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યા બાદ હવે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલી અને રોહિત ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોહિત કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. કોહલીની કેપ્ટન્સી બાદ રોહિતને કેપ્સન્સીની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તે સફળ રહ્યો હતો. રોહિત અને કોહલીની નિવૃત્તિની ( Retirement ) સાથે જ એક યુગનો અંત આવી ગયો છે. કોહલીએ ટી-20ના ( T20 World Cup 2024 ) ઘણા આંતરરાષ્ટ્રીય રેકોર્ડ  પોતાના નામે કર્યા છે, જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહી હોય. જોકે હવે બંનેને યાદગાર વિદાય મળી ગઈ છે. 

Join Our WhatsApp Community

ટીમ ઈન્ડિયાએ ( Team India ) 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ ( Rohit Sharma ) ફરી એકવાર ભારતીય સમર્થકોનું સપનું સાકાર કર્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વન ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ અહીં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે રોહિતે ચાહકોને નિરાશ કર્યા નહતા અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

 T20 World Cup:  વિરાટ કોહલી અને રોહિત શર્માનું મેદાન પર આગમન ચાહકો માટે મનોરંજનની ગેરંટી સમાન રહ્યું છે…

વિરાટ ( Virat Kohli Retirement ) દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા ખેલાડીઓમાંથી એક છે, જેણે પોતાની કારકિર્દીને પોતાના દમ પર ઊંચાઈ પર લઈ ગયો છે. આ સાથે જ ટીમની ગરિમા પણ વધારી હતી. કોહલીની ટી-20 ઈન્ટરનેશનલ ( T20 International ) કરિયર પર નજર નાખીએ તો તે શાનદાર રહી છે. તેણે 125 મેચમાં 4188 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમિયાન 1 સદી અને 38 અડધી સદી ફટકારી છે. કોહલીનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન છે.  જોકે, આ ટી-20 વર્લ્ડ કપ તેમના માટે સારો રહ્યો નહોતો. પણ તેણે ફાઈનલમાં 76 રન ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ સમાચાર પણ વાંચો: T20 world cup 2024: T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડિયો કોલ, બાળકો સાથે ચેટ કરતી મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ જુઓ વિડીયો

રોહિતની ( Rohit Sharma Retirement ) વાત કરીએ તો તે એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો અને તે પછી તે સફળ કેપ્ટન પણ સાબિત થયો હતો. રોહિત બેટિંગ માટે ફેમસ રહ્યો છે. તે પરિસ્થિતિને જોઈને રમે છે. પરંતુ મોટાભાગે તે જોરદાર બેટીંગ કરવાના અભિગમ સાથે દેખાયો હતો. રોહિતે ભારત માટે 159 ટી20 મેચ રમી હતી. આ દરમિયાન 4231 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. રોહિતનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 121 રન હતો. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. મહત્વની વાત એ છે કે તેની બેટિંગ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતને જીતાડવામાં સફળ રહી છે.

વિરાટ કોહલી અને રોહિત શર્માનું મેદાન પર આગમન ચાહકો માટે મનોરંજનની ગેરંટી સમાન રહ્યું છે. જોકે, એ વાત અલગ છે કે ક્યારેક તેઓ વહેલા  આઉટ થઈ જતા હતા. પરંતુ આ બંને ખેલાડીઓએ ઝડપી ઈનિંગથી ચાહકોનું દર વખતે મનોરંજન કર્યું છે. પરંતુ હવે રોહિત અને વિરાટે T20 માંથી  સંન્યાસ લઈ લીધો છે. તેથી ચાહકો તેમને આ ફોર્મેટ માટે ચોક્કસપણે યાદ રાખશે. ટીમ ઈન્ડિયા હાલ ટી-20 ફોર્મેટમાં સંપૂર્ણ ફેરફારમાંથી પસાર થઈ રહી છે.

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Exit mobile version