News Continuous Bureau | Mumbai
T20 World Cup: ટીમ ઈન્ડિયા ( Team India ) એ આવતા વર્ષના T20 વર્લ્ડ કપ 2024 ( T20 World Cup 2024 ) માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2024 જૂન મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની મેજબાનીમાં રમાવાનો છે. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા સાઉથ આફ્રિકા ( South Africa ) અને અફઘાનિસ્તાન ( Afghanistan ) સાથે ટી20 સીરીઝ ( T20 series ) રમવાની છે.
જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા ( Rohit Sharma ) ટી20 વર્લ્ડ કપ 2024માં રમશે તે નિશ્ચિત જણાય છે અને તે આ યુવા ખેલાડીનું સ્થાન લઈ શકે છે.
હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ રમશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. કારણ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી T20 મેચમાં યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલનું ( yashasvi jaiswal ) પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી.
BCCI રોહિત શર્માને તક આપી શકે છે…
જેના કારણે BCCI રોહિત શર્માને તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને BCCI ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન રોહિત શર્માને T20 વર્લ્ડ કપમાં તક આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Narayana Murthy: રતન ટાટા બાદ હવે આ ઔદ્યોગપતિ બન્યા ડિપફેડ વિડીયોનો શિકાર.. વાયરલ વિડીયો પર જાતે આવી આપી ચેતવણી.. જાણો વિગતે…
જો આપણે રોહિત શર્માના T20 કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે 148 T20I મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 139.25ની સ્ટ્રાઈક રેટ અને 30ની એવરેજથી 3853 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ અત્યાર સુધીમાં T20Iમાં કુલ 4 સદી અને 29 અડધી સદી ફટકારી છે. સાથે જ રોહિત શર્મા પાસે 8 T20 વર્લ્ડ કપ રમવાનો અનુભવ પણ છે. જેના કારણે રોહિત શર્માને તક મળશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ રોહિત શર્મા ક્રિકેટથી દૂર છે અને તેણે દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને ટી-20 સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જ્યારે રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પરત ફરશે અને ફરીથી ભારતીય ટીમ માટે રમતા જોવા મળશે.