News Continuous Bureau | Mumbai
U-19 World Cup Schedule: ICCએ આજે આગામી વર્ષના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે. જેમાં ભારત સહિત કુલ 16 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 19 જાન્યુઆરીથી શરૂ થશે. જ્યારે ફાઇનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. ફાઈનલ મેચ માટે 12 ફેબ્રુઆરીનો દિવસ આરક્ષિત રાખવામાં આવ્યો છે.
ભારતની પ્રથમ મેચ ક્યારે થશે?
આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ભારતને બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કુલ 41 મેચ રમાશે. લીગ તબક્કામાં ટીમો તેમના ગ્રુપની ટીમો સાથે 1-1 મેચ રમશે. ત્યારબાદ સુપર-6ની મેચો ગ્રુપ A અને D, ગ્રુપ B અને C વચ્ચે અલગ-અલગ હશે. અંતે, દરેક સુપર-6માંથી 2-2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. સેમિફાઇનલની વિજેતા ટીમો 11 ફેબ્રુઆરીના રોજ ફાઇનલમાં સામસામે ટકરાશે.
The schedule for the 2024 ICC U19 Men’s Cricket World Cup in South Africa has been released 🤩
Details 👇#U19WorldCuphttps://t.co/9W3w5zUxgp
— ICC (@ICC) December 11, 2023
ICC U19 ક્રિકેટ વર્લ્ડ કપના ગ્રુપ
ગ્રુપ A: ભારત, બાંગ્લાદેશ, આયર્લેન્ડ, યુએસએ
ગ્રુપ B: ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, સ્કોટલેન્ડ
ગ્રુપ C: ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નામિબિયા
ગ્રુપ D: અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, નેપાળ
આ સમાચાર પણ વાંચો :
ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે!
તમને જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાનની ટીમો અલગ-અલગ ગ્રુપમાં છે. પરંતુ સુપર 6માં બંને ટીમો ટકરાશે. ભારત ગ્રુપ Aમાં અને પાકિસ્તાન ગ્રુપ Dમાં છે. સુપર 6માં ગ્રુપ Aમાંથી 3 ટીમો અને ગ્રુપ Dમાંથી 3 ટીમો આમને-સામને ટકરાશે. તેથી આ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા પાંચ વખતની ચેમ્પિયન
ભારતીય ટીમે પાંચ વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.ટીમ ઈન્ડિયાએ વર્ષ 2000, 2008, 2012, 2018 અને 2022માં અંડર-19 વર્લ્ડ કપ પર કબજો કર્યો હતો. આ સિવાય વર્ષ 2016 અને 2020માં ભારત રનર્સઅપ રહ્યું છે. આ ટૂર્નામેન્ટ ફિફ્ટી ઓવરનો વર્લ્ડ કપ હશે. ભારતીય ટીમે છેલ્લે યશ ધુલની કેપ્ટન્સીમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તે ટીમના ઘણા ખેલાડીઓ હાલમાં આઈપીએલમાં અલગ-અલગ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા છે. પૃથ્વી શો, શુભમન ગિલ, ઈશાન કિશન પણ અંડર-19 વર્લ્ડ કપની વિજેતા ટીમોનો ભાગ રહી ચૂક્યા છે.