WCL 2024: ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સનો ખિતાબ જીત્યો, રાયડુએ ફટકારી અડધી સદી.. જાણો વિગતે..

WCL 2024: શોએબ મલિકની 41 રનની તોફાની ઈનિંગની મદદથી પાકિસ્તાને 20 ઓવરમાં છ વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં અંબાતી રાયડુની અડધી સદીની મદદથી ભારતે 19.1 ઓવરમાં પાંચ વિકેટે 159 રન બનાવ્યા હતા અને પાંચ વિકેટ અને પાંચ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી

by Hiral Meria
WCL 2024 India beat Pakistan by 5 wickets to win the title of World Champions of Legends, Rayudu scored a half century.. Know details..

 News Continuous Bureau | Mumbai

WCL 2024: યુવરાજ સિંહની આગેવાનીમાં ભારતની ચેમ્પિયન ( India Champions ) ટીમે પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટ્રોફી જીતી લીધી છે. પાકિસ્તાને આપેલા 157 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 159 રન બનાવીને ફાઇનલમાં જીત મેળવી હતી. ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતમાં ઓપનર અંબાતી રાયડુ અને તાજેતરમાં ટીએમસીમાંથી સાંસદ બનેલા યુસુફ પઠાણે વિસ્ફોટક ઈનિંગ્સ રમીને આ ટ્રોફિ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફાઈનલ બર્મિંગહામમાં રમાઈ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ આ લીગમાં રમી રહ્યા હતા. 

રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુએ લક્ષ્યનો પીછો કરી રહેલી ઈન્ડિયા ચેમ્પિયન ટીમને ( Ind Vs Pak ) સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 34 રનની ભાગીદારી કરી હતી. ઉથપ્પાએ આમાં 10 રન બનાવ્યા હતા. ઉથપ્પાના આઉટ થયા બાદ ભારતે ટૂંક સમયમાં સુરેશ રૈનાના રૂપમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. રૈના 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે રૈના આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 38 રન હતો. આ પછી રાયડુને ગુરકીરત સિંહનો સાથ મળ્યો હતો. બંને બેટ્સમેનોએ સ્કોર 98 સુધી પહોંચાડ્યો હતો. આ બાદ ગુરકીરત 34 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અંબાતી રાયડુએ 30 બોલમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. આ બાદ યુસુફ પઠાણે ( Yusuf Pathan ) 16 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન યુવરાજ સિંહે ( Yuvraj Singh ) 15 રનની અણનમ ઇનિંગ રમી હતી. આમાં પાકિસ્તાન તરફથી આમિર યામીને સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

આ સમાચાર પણ વાંચો:  PM Modi Mumbai : પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર, મુંબઈમાં રૂ. 29,400 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

WCL 2024: ભારત ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો…

આ પહેલા યુનિસ ખાનની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ચેમ્પિયન્સે ( Pakistan Champions  ) 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જેમાં પાકિસ્તાન માટે, અનુભવી શોએબ મલિકે 36 બોલમાં 41 રનની ઇનિંગ રમી હતી, જ્યારે વિકેટકીપર ઓપનર કામરાન અકમલે 24 રનનું યોગદાન આપ્યું હતું. તો મકસૂદ 21 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જ્યારે મિસ્બાહ-ઉલ-હક 18 રન બનાવીને રિટાયર હર્ટ થયો હતો. ભારત તરફથી ઝડપી બોલર અનુરીત સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ બાદ વિનય કુમાર, પવન નેગી અને ઈરફાન પઠાણે એક-એક વિકેટ લીધી હતી.

ભારત ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે પાકિસ્તાન ચેમ્પિયન્સે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ ભાગ લીધો હતો. આ સિરીઝમાં રાયડુને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More