Site icon

World Cup 2023: વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ! ઓસ્ટ્રેલિયાએ 18 સભ્યોની ટીમની કરી જાહેરાત, જુઓ કોણ છે ટીમમાં?

World Cup 2023: ODI વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે, જેના માટે તમામ ટીમો પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે. તાજેતરમાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આગામી ODI વર્લ્ડ કપ માટે તેની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સ ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

World Cup 2023: Australia announces their 18-man squad for the ICC ODI World Cup 2023

World Cup 2023: Australia announces their 18-man squad for the ICC ODI World Cup 2023

News Continuous Bureau | Mumbai 
World Cup 2023: ભારત(India)માં વનડે વર્લ્ડ કપ(World cup)ને હવે ગણતરીના દિવસો જ બાકી છે. દરેક ટીમે વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા(Australia) એ આ વર્લ્ડ કપ માટે તેની 18 સભ્યોની ટીમ(Team)ની જાહેરાત કરી છે. પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબર(October)થી શરૂ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ભારત સામે થશે. ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડી તનવીર સંઘાને 18 સભ્યોની ટીમમાં સ્થાન આપ્યું છે. ICCના નિયમો અનુસાર, વર્લ્ડ કપમાં ભાગ લેનારી તમામ ટીમોએ 28 સપ્ટેમ્બર સુધીમાં અંતિમ 15 ખેલાડીઓના નામ આપવાના હોય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ 18 સભ્યોની ટીમની પસંદગી કરી છે.

ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની આગેવાની પેટ કમિન્સ કરશે. માર્નસ લાબુશેનને 18 સભ્યોની ટીમમાં તક આપવામાં આવી નથી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 18 ખેલાડીઓમાંથી 15 લોકોને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે. અન્ય ખેલાડીઓને બેકઅપ તરીકે રાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાં માર્નસ લાબુશેન વગર રહેશે. લાબુશેન આઈપીએલ પહેલા ભારતમાં ઓડીઆઈ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો સભ્ય હતો. પરંતુ હવે તેને વર્લ્ડ કપમાં તક આપવામાં આવી નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વોર્નર અને જોશ હેઝલવુડની વાપસી થઈ છે.

Join Our WhatsApp Community

આ વર્ષનો વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. પ્રથમ અને છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ભારત સામે થશે. વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષનો વર્લ્ડ કપ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં 10 ટીમોમાં રમાશે. આ વર્ષના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમને જીતની દાવેદાર કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી પાંચ વખત વનડે વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1987, 1999, 2003, 2007 અને 2015માં T20 વર્લ્ડ કપ ઉપાડ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Manipur violence: સુપ્રીમ કોર્ટે તપાસ માટે રચી સમિતિ, હાઈકોર્ટના આ ત્રણ ભૂતપૂર્વ ન્યાયાધીશોનો થશે સમાવેશ..

વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમ –

પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોસ હેઝલવુડ, જોસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા, ટ્રેવિસ હેડ

ઑસ્ટ્રેલિયાનું વર્લ્ડ કપ શેડ્યૂલ –

8- ઓક્ટોબર- ભારત V/S ઓસ્ટ્રેલિયા- ચેન્નાઈ
13- ઑક્ટોબર- ઑસ્ટ્રેલિયા V/S દક્ષિણ આફ્રિકા- લખનઉ
16- ઑક્ટોબર – ઑસ્ટ્રેલિયા V/S નેધરલેન્ડ – લખનઉ
20- ઓક્ટોબર- ઓસ્ટ્રેલિયા V/S પાકિસ્તાન- બેંગ્લોર
25- ઓક્ટોબર- ઓસ્ટ્રેલિયા V/S શ્રીલંકા – દિલ્હી
28- ઑક્ટોબર- ઑસ્ટ્રેલિયા V/S ન્યુઝીલેન્ડ – ધર્મશાલા
4- નવેમ્બર- ​​ઓસ્ટ્રેલિયા V/S ઇંગ્લેન્ડ- અમદાવાદ
7- નવેમ્બર- ​​ઓસ્ટ્રેલિયા V/S અફઘાનિસ્તાન- મુંબઈ
12- નવેમ્બર- ​​ઓસ્ટ્રેલિયા V/S બાંગ્લાદેશ- પુણે

Tilak Varma Injury: તિલક વર્મા ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સીરીઝમાંથી બહાર, હવે વર્લ્ડ કપમાં કોણ લેશે તેનું સ્થાન?
ICC vs BCB: બાંગ્લાદેશને ICCનો જોરદાર ફટકો, T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ ફગાવી.
Mustafizur Rahman IPL Exit: મુસ્તફિઝુર રહેમાનની IPL માંથી હકાલપટ્ટી, BCCI ના ઉચ્ચ સ્તરે લેવાયો મોટો નિર્ણય, ગવર્નિંગ કાઉન્સિલને પણ અંધારામાં રખાઈ!
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Exit mobile version