News Continuous Bureau | Mumbai
World Cup 2023 : શ્રીલંકા અને બાંગ્લાદેશ ( SL vs BAN ) વચ્ચે ગઈ કાલે દિલ્હી ( Delhi ) ના અરુણ જેટલી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની 38મી મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન કંઇક એવું બન્યું જે ક્રિકેટના ( cricket ) 146 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મૈથ્યૂઝ ( Angelo Mathews ) ને ટાઈમ આઉટ (Timed Out) આપવામાં આવ્યો હતો. આજ સુધી કોઈપણ બેટ્સમેનને ( batsman ) ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ( international cricket ) આ રીતે આઉટ આપવામાં આવ્યો નહોતો.
Angelo Mathews became the first batter in international cricket to be dismissed in this manner 👀
Why was he given out? 🧐#CWC23 #BANvSLhttps://t.co/4VS5s1Nf5s
— ICC (@ICC) November 6, 2023
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ શ્રીલંકાના બેટ્સમેન સદીરા સમરવિક્રમાના આઉટ થયા બાદ એન્જેલો મૈથ્યૂઝ ( Angelo Matthews ) બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ મૈથ્યૂઝનો હેલ્મેટ ઠીક ન હતો, તેને પહેરવામાં મૈથ્યૂઝને સમસ્યા થઇ રહી હતી. જે પછી તેણે પવેલિયનથી બીજો હેલ્મેટ લાવવાનો ઈશારો કર્યો હતો. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ( Shakib Al Hasan ) મૈથ્યૂઝ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. શાકિબની અપીલ બાદ અમ્પાયર મૈથ્યૂઝ પાસે ગયા અને તેને પાછા જવા માટે કહ્યું હતું.
ટાઈમ આઉટનો શું છે નિયમ..
મેથ્યુસે ઈન્ટરનેશલ ક્રિકેટમાં ટાઈમ આઉટ થનારો પહેલા બેટર છે. આ અગાઉ કોઈ બેટર સાથે આવું થયુ નથી. મેથ્યુસ જ્યારે બેટિંગ કરવા ઉતર્યો હતો ત્યારે હેલ્મેટની સ્ટ્રિપ તૂટી ગઈ હતી પછી તેને બીજું હેલ્મેટ મગાવ્યું હતું, પરંતુ એ વખતે બાંગ્લાદેશના ખેલાડીઓએ તેની સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી. નિયમ મુજબ વિકેટ પડ્યા પછી આગામી બેટરને બોલ ફેસ કરવાનો હોય છે, પરંતુ મેથ્યુસે એમ કર્યું નહોતું. જો બાંગ્લાદેશે અપીલ કરી ન હોત તો મેથ્યુસ આઉટ થયો ન હોત..
HISTORY IN DELHI….!!!
Angelo Mathews becomes the first cricketer in history to be out on ‘timed out’. pic.twitter.com/VRg1xmSTDf
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 6, 2023
આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મુંબઈમાં દિવાળી પર માત્ર 3 કલાક જ ફટાકડા ફોડવામાં આવશે: હાઈકોર્ટ… જાણો વિગતે અહીં..
ત્યારબાદ મૈથ્યૂઝે આ અંગે અમ્પાયર્સ સાથે ઘણી ચર્ચા કરી હતી પરંતુ અંતે તેને પવેલિયન પરત ફરવું પડ્યું હતું. ICCના નિયમ 40.1.1 મુજબ વિકેટ પડી ગયા પછી અથવા બેટ્સમેનના રીટાયર્ડ થયા પછી આવનારા બેટ્સમેને 3 મિનિટમાં બોલ રમવા માટે તૈયાર રહેવું જોઈએ. જો આમ ન થાય તો વિરોધી ટીમના ખેલાડીઓ ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલી ઘટના છે જ્યારે કોઈ બેટ્સમેનને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હોય. ક્રિકેટમાં 11 પ્રકારના આઉટ છે. અત્યાર સુધીમાં ઘણા બેટ્સમેન 10 રીતે આઉટ થયા હતા, પરંતુ કોઈને ટાઈમ આઉટ કરવામાં ન આવ્યો હતો. ભારતના મહાન બેટ્સમેન સૌરવ ગાંગુલી આમ તો 2006-07માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ન્યૂલેન્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં મોડેથી પહોંચ્યા હતા, પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે તેની સામે અપીલ કરી ન હતી, તેથી તેને આઉટ કરવામાં આવ્યો ન હતો.