Site icon

World Cup 2023 : હાર્દિક પંડ્યાની જાદુઈ વિકેટ, ઇમામની વિકેટ લેતા પહેલા હાર્દિક પંડ્યાએ આંખ બંધ કરીને આ શું કર્યું? જુઓ વિડીયો.. વાંચો વિગતે અહીં..

World Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચમાં પ્રેક્ષકોને એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કારણ કે પાકિસ્તાની ઓપનર ઇમામ-ઉલ-હકને આઉટ કરતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કંઈક એવું કર્યું કે લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું….

World Cup 2023 Hardik Pandya's magic wicket, what did Hardik Pandya do with his eyes closed before taking Imam's wicket

World Cup 2023 Hardik Pandya's magic wicket, what did Hardik Pandya do with his eyes closed before taking Imam's wicket

News Continuous Bureau | Mumbai 

World Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચમાં ( India-Pakistan match ) પ્રેક્ષકોને એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કારણ કે પાકિસ્તાની ઓપનર ઇમામ-ઉલ-હકને ( Imam-ul-Haq ) આઉટ કરતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ( Hardik Pandya ) કંઈક એવું કર્યું કે લોકોનું ધ્યાન ત્યાં ખેંચાયું હતું. પાકિસ્તાને ઇનિંગ્સની શરૂઆતમાં જ અબ્દુલ્લા શફીકની ( Abdullah Shafiq ) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાબર આઝમ સાથે ઇમામ ઉલ હક ઇનિંગને સ્થિર કરી રહ્યા હતા.

Join Our WhatsApp Community

જોકે ઇમામ ઉલ હક 36 રનના સ્કોર પર હાર્દિક પંડ્યાની બોલ પર વિકેટકીપર કે.એલ. રાહુલના ( K.L. Rahul ) કેચ થઈ આઉટ થયો હતો. તે બોલ બેટ્સમેનથી દૂર જઈ રહ્યો હતો, પરંતુ તેણે બેકફૂટ ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો અને સ્ટમ્પની પાછળ કેચ થઈ ગયો.

જોકે આ બોલ નાખતા પહેલા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બોલ તરફ જોયું અને કેટલાક શબ્દો ઉચ્ચાર્યા હોય એવું લાગતું હતું. હાર્દિક પંડ્યાના આવું કરવાથી પ્રેક્ષકોનું ધ્યાન તેમના પર ખેંચાયું હતું. આ જોઈને એવું લાગ્યું કે, બોલ હાર્દિકનો આદેશો સાંભળી રહ્યો હતો કારણ કે તે જ બોલ પર તેને વિકેટ મળી હતી. આ વિચિત્ર ઘટનાએ વિશ્વભરના ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

ઈમામ ઉલ હકને આઉટ કરતા પહેલા હાર્દિકે બોલ પર મંત્ર જાપ કર્યો?

ત્યાર બાદ તેણે રનઅપ શરૂ કર્યું અને બોલ ફેંક્યો. જે બાદ ઘટના સામે આવી તે કોઈ જાદુથી ઓછું ન હતું. સારા ફોર્મમાં દેખાઈ રહેલો ઈમામ ઉલ હક બોલને હીટ કરવાના પ્રયાસમાં કીપરને કેચ આપી બેઠો હતો. તે બોલને યોગ્ય રીતે ટાઈમ કરી શક્યો નહીં અને બોલ તેના બેટની કિનારી લઈને સીધો વિકેટકીપર કેએલ રાહુલના ગ્લોવ્સમાં ગયો. આવી સ્થિતિમાં ઇમામ 6 ચોગ્ગાની મદદથી 36 રન બનાવીને આઉટ થયો હતો. ઈમામ ઉલ હકને આઉટ કર્યા બાદ હાર્દિકે પાકિસ્તાની ખેલાડીને લઈને ખાસ પ્રતિક્રિયા પણ આપી હતી. તે તેમને બાય-બાય કહેતો જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Mumbai News: મુંબઈમાં પુનઃવિકાસના કામને મળ્યુ વેગ, મળશે લઘુત્તમ 300 ચોરસ ફૂટનું ઘર; જાણો શું છે આ નવી પોલિસી.. વાંચો વિગતે અહીં..

મેચ બાદ આ વાતનો ખુલાસો કરતા હાર્દિકે તે ઘટના પર કહ્યું, મે બોલ નાખતા પહેલા પોતાની જાત સાથે વાત કરતા આમ કર્યું હતું. મે મારા ક્રોધ પર વિચાર કર્યોને શાંત રેહવાનો પ્રયત્ન કર્યો હતો. ને બોલ નાખતા પહેલા ગેમ પ્લાન અનુસાર જ રમવાનું વિચાર્યું હતું.

જો કે હાર્દિક દ્વારા લેવામાં આવેલ આ વિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ લખી રહ્યાં છે કે પંડ્યા બોલ ફેંકતા પહેલા બોલ પર કંઈક મંત્ર ફૂકે છે. તો કેટલાક અન્ય યૂઝર્સ લખી રહ્યાં છે કે હાર્દિકે બોલને ફેંકતા પહેલાં તેને કીસ કરી. જે બાદ એ બોલે ઈમામની વિકેટ લીધી.

ઈમામ પહેલાં શફીક 24 બોલમાં 20 રન બનાવીને સિરાજ દ્વારા આઉટ થયો હતો. આ પછી પંડ્યાએ 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમામને વોક કર્યો હતો. કેએલ રાહુલે તેનો કેચ પકડ્યો હતો. ઈમામને આઉટ કર્યા બાદ પંડ્યાએ જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું. હાર્દિકના સેલિબ્રેશનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ કહે છે કે વિકેટ લેતા પહેલાં પણ પંડ્યાએ બોલ તરફ માથું નમાવીને કંઈક કર્યું.

India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
Exit mobile version