World Cup 2023: વર્લ્ડ કપ ફાઇનલમાં પિચ સાથે છેડછાડ કરવામાં આવી હતી, મોહમ્મદ કૈફનો મોટો દાવો, હાર માટે જવાબદાર કોણ?

World Cup 2023: વર્લ્ડ કપ ફાઇનલમાં હૃદયદ્રાવક હારને હજી લોકો ભૂલી શક્યા નથી. જેમાં હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે પણ વર્લ્ડ કપ ફાઈનલને લઈને કેટલાક સનસનાટીભર્યા દાવા કર્યા છે.

by Bipin Mewada
World Cup 2023 Pitch tampered in World Cup final, Mohammed Kaif's big claim, who is responsible for the loss

News Continuous Bureau | Mumbai

World Cup 2023: ગયા વર્ષે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ( Australia ) ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બનતાં ભારતનું ત્રીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી તે ફાઇનલમાં ભારતીય બેટ્સમેનો ધીમી પીચ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે ભારતીય ટીમ માત્ર 240 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 42 બોલ બાકી રહેતા 241 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો હીરો ટ્રેવિસ હેડ રહ્યો હતો. જેણે 137 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હેડને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. 

ભારતીય ચાહકો હજુ પણ તે વર્લ્ડ કપ ફાઇનલમાં હૃદયદ્રાવક હારને ભૂલી શક્યા નથી. જેમાં હવે ટીમ ઈન્ડિયાના ( Team India ) પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે ( Mohammad Kaif ) પણ વર્લ્ડ કપ ફાઈનલને લઈને કેટલાક સનસનાટીભર્યા દાવા કર્યા છે. કૈફે દાવો કર્યો હતો કે, ODI વર્લ્ડ કપ ફાઇનલમાં પિચ ટેમ્પરિંગને કારણે ભારતને નુકસાન સહન કરવું પડ્યું હતું. ટીમ પોતાની જ યોજનામાં અટવાઈ ગઈ હતી અને પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર ન કરી શકી હતી. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, બીજી તરફ પેટ કમિન્સે પ્રથમ મેચની ભૂલમાંથી શીખ્યો અને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું.

ભારત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ધીમી પિચ આપવા ઈચ્છતું હતું…

ટીમ ઈન્ડિયા કૈફે મિડીયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું ત્યાં 3 દિવસથી હતો. રોહિત શર્મા અને રાહુલ દ્રવિડે પણ 3 દિવસ સુધી દરરોજ પીચનું નિરીક્ષણ કર્યું હતું. બંને લગભગ એક કલાક સુધી પીચ પાસે ઉભા રહેતા હતા. મેં પીચને તેનો રંગ બદલતા જોયો. પીચ પર પાણી રેડવામાં આવતું ન હતું, ટ્રેક પર ઘાસ પણ નહોતું.

આ સમાચાર પણ વાંચો : 1992 Riots & 1993 Blasts: 1992ના રમખાણો અને 1993ના વિસ્ફોટોમાં મહારાષ્ટ્ર સરકારે વળતર માટે પીડિતોના પરિજનો અંગે લેવામાં આવ્યું પગલું.

ભારત ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને ધીમી પિચ ( pitch ) આપવા ઈચ્છતું હતું. લોકો ભલે ન માને પણ આ સત્ય છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ પેટ કમિન્સના ઓસ્ટ્રેલિયા ( Australia ) સામે ટીમ પોતાના જ પ્લાનમાં અટવાઈ ગઈ હતી.

કૈફે વધુમાં કહ્યું હતું કે, ‘ઓસ્ટ્રેલિયા પાસે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા ઝડપી બોલરો હતા. તેમને નબળા બનાવવા માટે ભારતે ધીમી પીચ બનાવી, પરંતુ આ જ તેમની ભૂલ હતી.

કૈફે કહ્યું કે, ‘પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયાના કેપ્ટન) ચેન્નાઈમાં પ્રથમ મેચની ભૂલમાંથી શીખ્યા. શરૂઆતમાં ત્યાં પહેલા બેટિંગ કરવી મુશ્કેલ હતી. ફાઇનલમાં પહેલા ફિલ્ડિંગ કરવાનું કોઈ વિચારતું નથી પરંતુ કમિન્સે આમ કર્યું. તેથી ટીમ ઈન્ડીયાએ પિચ સાથે ચેડા કરીને મોટી ભૂલ કરી હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More