News Continuous Bureau | Mumbai
World Cup 2023: ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ ( Team India ) પોઈન્ટ્સ ટેબલ ( Points Table ) માં પહેલા નંબરે પહોંચી ગઈ છે. જે રીતે પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ હતી. તેમ જ આ મેચ જીતવાની સાથે ભારતીય ટીમે આ મેચમાં અનેક રેકોર્ડ પણ તોડ્યા હતા.
ન્યુઝીલેન્ડ ( New Zealand ) સામેની મેચમાં શુભમન ગિલ (Shubman Gill) માત્ર 26 રન જ કરી શક્યો હતો, પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ બનાવી દીધો છે. શુભમન ગિલ વન ડે ક્રિકેટ (ODI Cricket) ના ઈતિહાસમાં સૌથી ઝડપથી 2000 રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલે હાશિમ અમલા, ઝહીર અબ્બાસ, વિરાટ કોહલી, બાબર આઝમ જેવા મહાન ખેલાડીઓને પાછળ છોડી દીધા છે અને 38 ઈનિંગમાં આ કમાલ કરી દીધો છે. હાશિમ અમલાએ વન ડે કરિઅરમાં 40 ઈનિંગમાં 2000 રન ફટકાર્યા હતા. ઝહીર અબ્બાસે 45 ઈનિંગ અને બાબર આઝમે 45 ઈનિંગમાં 2000 રન ફટકાર્યા છે. વિરાટ કોહલીએ 53 ઈનિંગમાં 2000 રન ફટકાર્યા હતા.
સૌથી ઝડપથી 2000 રન ફટકારનાર બેટ્સમેન
38 – શુભમન ગિલ
40 – હાશિમ અમલા
45 – ઝહીર અબ્બાસ
45- કેવિન પીટરસન
45- બાબર આઝમ
45- રાસી વૈન ડેર ડ્યૂસેન
આ સમાચાર પણ વાંચો : Wagh Bakri Tea: દેશની જાણીતી ચા બ્રાન્ડ, વાઘ બકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન…. વાંચો વિગતે અહીં..
ભારતે વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટથી જીત મેળવી છે. ભારત તરફથી મોહમ્મદ શમી અને વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોહમ્મદ શમીએ 5 વિકેટ લીઘી હતી અને કોહલી 104 બોલ પર 95 રન ફટકારીને આઉટ થયો હતો, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ છે.
ન્યુઝીલેન્ડની ટીમે શાનદાર બેટીંગ કરી હતી અને 273 રન કર્યા હતા. ડેરિલ મિશેલે ન્યુઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી અને 130 રન ફટકાર્યા હતા. રચિન રવિંદ્રએ 75 રન ફટકાર્યા હતા અને મોહમ્મદ શમીએ બંને બેટ્સમેનની વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.