Site icon

World Cup 2023: દક્ષિણ આફ્રિકાની જીતથી પોઈન્ટ ટેબલમાં થયું આ મોટો ઉલટફેર.. જાણો સંપુર્ણ સમીકરણો વિગતે..

World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ-2023માં દક્ષિણ આફ્રિકાની ટીમે મંગળવારે મોટી જીત નોંધાવી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે બાંગલાદેશને 149 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે…

World Cup 2023 This reversal happened in the points table due to the victory of South Africa..

World Cup 2023 This reversal happened in the points table due to the victory of South Africa..

News Continuous Bureau | Mumbai 

World Cup 2023: ICC ODI વર્લ્ડ કપ-2023 ( ICC ODI World Cup 2023) માં દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમે મંગળવારે મોટી જીત નોંધાવી છે. મુંબઈ ( Mumbai ) ના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે બાંગલાદેશને 149 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાને પોઈન્ટ ટેબલમાં ( Point Table ) પણ ફાયદો થયો છે. જો કે, છેલ્લી મેચમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ( IND vs NZ ) ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Join Our WhatsApp Community

મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે 24 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ (SA vs BAN) વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા ટીમે 382 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. મજબૂત ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 140 બોલમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 174 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં મહમુદુલ્લાહ (111)ની સદી મારવા છતાં બાંગ્લાદેશની ટીમ 46.3 ઓવરમાં 233 રન જ બનાવી શકી હતી. મહમુદુલ્લાહે 111 બોલનો સામનો કર્યો હતો અને તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા.

 દક્ષિણ આફ્રિકા 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું….

દક્ષિણ આફ્રિકાની આ મોટી જીતને કારણે પોઈન્ટ ટેબલમાં એક ફેરફાર થયો છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અજેય છે અને ટોચ પર છે. આ દરમિયાન ન્યુઝીલેન્ડને મોટો આંચકો લાગ્યો છે. તેઓ છેલ્લી મેચમાં ભારત સામે હાર્યું હતું અને હવે દક્ષિણ આફ્રિકાની જીતે તેમને પોઇન્ટ ટેબલમાં નીચે ધકેલી દીધા હતા. બાંગલાદેશને હરાવવાને કારણે દક્ષિણ આફ્રિકા 8 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. જે બાદ કિવી ટીમ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. બંને ટીમોના 4 મેચમાં 8-8 પોઈન્ટ છે પરંતુ નેટ રન રેટમાં દક્ષિણ આફ્રિકા વધુ સારી હોવાથી બીજા સ્થાને પહોંચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની સક્રિય રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત.. જાણો શું કહ્યું સુશિલ કુમાર શિંદેએ..વાંચો વિગતે અહીં.

ઓસ્ટ્રેલિયાની ટીમ વર્લ્ડ કપના વર્તમાન પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. આ પછી પાકિસ્તાન પાંચમા અને અફઘાનિસ્તાન છઠ્ઠા ક્રમે છે. આ ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને તેની છેલ્લી મેચમાં અપસેટ સર્જ્યો હતો અને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી નેધરલેન્ડ સાતમા નંબરે છે. શ્રીલંકા 8મા અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 9મા ક્રમે છે. બાંગ્લાદેશ છેલ્લા સ્થાને છે. હાલ નેધરલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશના 2-2 પોઈન્ટ છે.

IND vs PAK Asia Cup: ન હાથ મિલાવ્યા, ન ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો, ભારતીય ટીમે પાકિસ્તાન ને આ રીતે દેખાડ્યું નીચું
India vs England 5th Test Match:ઇંગ્લેન્ડ vs ભારત પાંચમો ટેસ્ટ: બેન સ્ટોક્સ બહાર, ઓલી પોપ કેપ્ટન; ઇંગ્લેન્ડ ૪ ફાસ્ટ બોલર સાથે, ભારત ૩ સ્પિનર ઉતારશે?
WCL 2025 Semifinal Row:ટેરર અને ક્રિકેટ સાથે ન ચાલે! વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે નહીં રમે…
India vs Pakistan Match :એશિયા કપ ૨૦૨૫: ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે કે રમાશે? વિવાદ વચ્ચે સામે આવ્યા ૨ મોટા કારણો!
Exit mobile version