News Continuous Bureau | Mumbai
World Cup Final: વર્લ્ડ કપ 2023ની ફાઈનલના એક દિવસ પહેલા જ ક્રિકેટનો ( cricket ) માહોલ જામી ગયો છે. રવિવારે મેચ પહેલા કોણ મેચ જીતશે તે અંગે ફેન્સથી લઈ ક્રિકેટ દિગ્ગજો વચ્ચે પણ ચર્ચા ચાલુ થઈ ગઈ છે, ત્યારે કોણ આ મેચ જીતશે તેમાં હાલ સટ્ટા બજાર ( betting market ) પણ ગરમાયું છે.
વર્લ્ડ કપ 2023ની ( World Cup 2023 ) ફાઈનલ મેચ ( Final Match ) પહેલા જ સટ્ટાબજાર ગરમાયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ( India Vs Australia ) વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચનો સટ્ટો 15 હજાર કરોડને પાર પહોંચશે એવી શક્યતા છે અને સત્તા બજારમાં ભારત જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.
બુકીઓના મતે પણ ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે…
તેમ જ ફાઈનલ મેચ પર દરમિયાન 15 હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે જ આ ફાઈનલ મેચ જીતી વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી ટીમ ઈન્ડિયા હાલ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. બુકીઓના મતે આ વર્ષે ભારત રોહિત શર્માની આગેવાનીમાં 12 વર્ષ બાદ વર્લ્ડ કપ ટ્રોફી જીતશે. સત્તાવાર રીતે સટ્ટો લેતી વેબસાઇટ્સ અને બુકીઓના મતે પણ ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ છે.
આ સમાચાર પણ વાંચો : Megablock : લોકલ ટ્રેનમાં રવિવારે પ્રવાસ કરવાનો છો? તો વાંચો આ સમાચાર. રેલવેએ આ બે લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક.
સટ્ટા બજારમાં ભારતીય ટીમ હોટ ફેવરીટ છે. ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાની જીતનો ભાવ 1.90 રૂપિયા બોલાઈ રહ્યો છે, જ્યારે ભારતની જીતનો ભાવ 45 થી 50 પૈસા ચાલી રહ્યો છે. બુકીઓ ફાઈનલ મેચમાં સેશન પર પાંચ હજાર કરોડથી વધારેનો સટ્ટો રમશે એવું માનવામાં આવી રહ્યું છે.
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડ કપમાં અત્યારસુધી એક પણ મેચ હારી નથી. આ સિવાય વિરાટ કોહલી, રોહિત શર્મા અને મોહમ્મદ શમીનું ધમાકેદાર પ્રદર્શન અને ઓસ્ટ્રેલિયા સામે લીગ મેચમાં ભારતની જીતના કારણે ક્રિકેટ સટ્ટા બજારમાં પણ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બનવા ફેવરિટ છે, આ ઉપરાંત વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો પણ ગ્રાફ ઘણો ઊંચો રહ્યો છે. સટ્ટા બજારમાં ભારતીય ટીમનો ભાવ 50 પૈસા બોલાઈ રહ્યો હોવાનું કહેવાય છે.