ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21, સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અભિનેત્રી મનીષા કોઈરાલાએ સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સૌદાગર'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રથમ ફિલ્મ તેને સફળતાના શિખર પર લઈ ગઈ. પાછળથી સંજય લીલા ભણસાલીની 'ખામોશી'એ તેમને ટોચની અભિનેત્રીઓની યાદીમાં સ્થાન અપાવ્યું. મનીષા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી હતી. મનીષા કોઈરાલા એક નહીં, પણ 12 લોકો સાથે રિલેશનશિપમાં હતી
વિવેક મુશરન
પ્રખ્યાત અભિનેત્રીઓની યાદીમાં નામ આવ્યા બાદ મનીષાના પ્રેમસંબંધોની ચર્ચા પણ શરૂ થઈ. ફિલ્મ 'સૌદાગર' પછી તેમની નિકટતા વધવા લાગી, પરંતુ તેમની મૈત્રી લાંબા સમય સુધી ટકી ન હતી.
નાના પાટેકર
મનીષા ઘણાં વર્ષોથી પ્રખ્યાત અભિનેતા નાના પાટેકર સાથે પણ સંબંધમાં હતી. એટલું જ નહીં, નાના પાટેકરે તેમના સંબંધોની કબૂલાત પણ કરી હતી. પરંતુ કેટલાંક કારણોસર તેણે મનીષા સાથેનો સંબંધ તોડી નાખ્યો.
ડીજે હુસૈન
નાના પાટેકર બાદ ડીજે હુસૈને મનીષાના જીવનમાં પ્રવેશ કર્યો. બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ થોડા દિવસો બાદ તેમનું બ્રેકઅપ થયું.
સેસિલ એન્થોની
મનીષાનું લંડનના ઉદ્યોગપતિ સેસિલ એન્થોની સાથે પણ અફેર હતું. તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં.
આર્યન વેદ
સેસિલ બાદ મનીષાનું નામ અભિનેતા આર્યન વેદ સાથે જોડાયું હતું. આ સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં.
પ્રશાંત ચૌધરી
પ્રશાંત અને મનીષા તેમના સંબંધોને વફાદાર હોવાનું કહેવાય છે, પણ આ સંબંધ પણ લાંબો સમય ટક્યો નહીં.
ક્રિસ્પીન કોનરોય
મનીષાના ચાહકોની યાદીમાં ઑસ્ટ્રેલિયન રાજદૂત ક્રિસ્પીન કોનરોયનો સમાવેશ થાય છે. આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં.
તારિક પ્રેમજી
મનીષા અને પ્રેમજીનો સંબંધ પણ નિષ્ફળ ગયો.
રાજીવ મૂળચંદાની
રાજીવ મૂળચંદાની સિવાય મનીષાનું સંગીતકાર સંદીપ ચૌટા સાથે પણ અફેર હતું. આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં.
ક્રિસ્ટોફર ડોરિસ
ક્રિસ્ટોફર સાથે મનીષાની મૈત્રી વધારે સમય ટકી શકી નહીં
સમ્રાટ દહલ
અંતે, મનીષાએ નેપાળી ઉદ્યોગપતિ સમ્રાટ દહલ સાથે 19 જૂન, 2010ના રોજ લગ્ન કર્યાં હતાં. બે વર્ષ પછી 2012માં બંને અલગ થઈ ગયાં.
કૃષ્ણા અભિષેક પર ટીકા થયા બાદ આ અભિનેત્રીએ ગોવિંદાની બૈરીને ખરીખોટી સંભળાવી