News Continuous Bureau | Mumbai
12th fail: વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ 12 મી ફેલ બોક્સ ઓફિસ પર ખુબ સફળ રહી હતી. આ ફિલ્મ ની વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. વિક્રાંત મેસી અભિનીત આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે OTT પર પણ ધૂમ મચાવી રહી છે.આ ફિલ્મને IMDb પર 10માંથી 9.2 રેટિંગ મળ્યું છે. આ ઉચ્ચ રેટિંગ સાથે, તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. તેને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Sushmita sen: સુષ્મિતા સેને લૂંટાવ્યો રોહમન શોલ પર પ્રેમ, અનોખા અંદાજ માં પાઠવી ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ને જન્મદિવસ ની શુભેચ્છા
12 મી ફેલ ને મળ્યું 10 માંથી 9.2 નું રેટિંગ
12 મી ફેલ IMDb પર અત્યાર સુધીની સૌથી વધુ રેટિંગ ધરાવતી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ભારતીય સિનેમાની 250 ફિલ્મોની યાદીમાંથી ‘12મી ફેલ’ IMDb પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. ’12મી ફેલ’ વર્ષ 2023ની હાઈ રેટેડ ફિલ્મોની યાદીમાં ટોચ પર છે. તે પછી ‘સ્પાઈડર-મેન: એક્રોસ ધ સ્પાઈડર-વર્સ’ ,ઓપનહેઇમર’,ગોડઝિલા માઈનસ વન’ ,તેમજ કન્નડ ફિલ્મ ‘કાયવા’ જેવી ફિલ્મો નો ટોપ 5 માં સામેલ થઈ ગઈ છે.