News Continuous Bureau | Mumbai
Mumbai Actress son suicide: મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બુધવાર સાંજે એક હ્રદયદ્રાવક ઘટના બની, જ્યાં જાણીતી ગુજરાતી ટેલિવિઝન અભિનેત્રીના 14 વર્ષના પુત્રે 57મા માળેથી કૂદીને આત્મહત્યા કરી દીધી ઘટના સી બ્રોક બિલ્ડિંગમાં બની હતી, જ્યાં આ પરિવાર રહેતો હતો.
ટ્યુશન માટે થયેલા વિવાદ બાદ ઉગ્ર પગલું
પ્રાથમિક માહિતી મુજબ, માતાએ પુત્રને ટ્યુશન ક્લાસ માટે જવા કહ્યું હતું, પણ પુત્ર તૈયાર નહોતો. બંને વચ્ચે વાદ થયો અને ગુસ્સામાં આવીને પુત્રે બિલ્ડિંગના ટોચના માળે જઈને નીચે કૂદી પડ્યો. ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું.મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પંચનામું કર્યું. હાલમાં આ કેસને ‘અપઘાતી મૃત્યુ’ તરીકે નોંધવામાં આવ્યો છે. જોકે, હજુ પણ પ્રશ્નો છે કે શું કોઈએ તેને કૂદતા જોયું? અને શું અન્ય કોઈ કારણ પણ જવાબદાર છે? પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા ઉઠ્યા સવાલ, અભિનેતા એ તેનું કારણ આપતા આપ્યો આવો જવાબ
આ ઘટના બાદ સી બ્રોક બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. આ દંપતીનો આ એકમાત્ર પુત્ર હતો. પરિવાર અને નજીકના લોકો ભારે શોકમાં છે.