Site icon News Continuous Bureau | Mumbai

24 Season 3: અનિલ કપૂર ફરી મચાવશે ધમાલ! ‘24’ ની ત્રીજી સીઝનની સત્તાવાર જાહેરાત; જય સિંહ રાઠોડના અંદાજમાં પાછા ફરશે ‘ઝકાસ’ અભિનેતા.

24 Season 3: ૧૦ વર્ષ બાદ વાપસી: અમેરિકન સિરીઝની દેશી રિમેક ‘24’ ના ત્રીજા ભાગનું કામ શરૂ, ઘડિયાળના ટિક-ટિક સાથે અનિલ કપૂર ફરી દેશને આતંકી હુમલાથી બચાવશે.

24 Season 3 Confirmed: Anil Kapoor to Return as ATU Chief Jai Singh Rathore; Actor Teases Fans on X

24 Season 3 Confirmed: Anil Kapoor to Return as ATU Chief Jai Singh Rathore; Actor Teases Fans on X

News Continuous Bureau | Mumbai

24 Season 3: બોલિવૂડના ‘ઝક્કાસ’ એક્ટર અનિલ કપૂર અત્યારે પોતાની ફિલ્મ ‘સુબેદાર’ ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન તેમણે પોતાના સૌથી લોકપ્રિય શો ’24’ ના સીઝન-૩ ની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ફેનની માંગણીનો જવાબ આપતા અનિલ કપૂરે લખ્યું, “જલ્દી આવી રહ્યો છું, 24 સાથે.” આ સમાચાર સામે આવતા જ સીરિઝના પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.નોંધનીય છે કે ’24’ એ જ નામના અમેરિકન શોની સત્તાવાર હિન્દી રિમેક છે, જેની પ્રથમ બે સીઝન ખૂબ જ સફળ રહી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Oscars 2026 Winners List: ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ: એકસાથે જીત્યા અધધ આટલા એવોર્ડ, જાણો કઈ કેટેગરીમાં મારી બાજી અને ક્યાં ચૂકી ગઈ ફિલ્મ

કેવી હતી અગાઉની સીઝનની સફર?

આ સીઝનમાં ATU ચીફ જય સિંહ રાઠોડ (અનિલ કપૂર) પોતાના પરિવાર અને દેશના ભાવિ વડાપ્રધાન આદિત્ય સિંઘાનિયા (નીલ ભૂપાલમ) ને એક મોટા આતંકી હુમલાથી બચાવતા જોવા મળ્યા હતા. તેમની પાસે આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે માત્ર ૨૪ કલાકનો સમય હતો.બીજી સીઝનમાં જય સિંહ રાઠોડ રિહેબ સેન્ટરથી બહાર આવ્યા બાદ મુંબઈમાં વાયરસ ફેલાવવાની ધમકી આપતા આતંકીઓ સામે લડતા જોવા મળ્યા હતા. આ સીઝનમાં સાક્ષી તંવર અને સુરવીન ચાવલા પણ મહત્વના રોલમાં હતા.


સીઝન-૩ ના પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થઈ ચૂક્યું હોવાનું મનાય છે. આ વખતે પણ વાર્તા ૨૪ કલાકના કાઉન્ટડાઉન પર આધારિત હશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સાક્ષી તંવર, સુરવીન ચાવલા કે સિકંદર ખેર જેવા જૂના કલાકારો આ સીઝનમાં પરત ફરશે કે નહીં. અભિનય દેવ દ્વારા નિર્દેશિત આ સિરીઝ એકવાર ફરીથી ટેન્શન અને રોમાંચના નવા સ્તરે લઈ જશે તેવી અપેક્ષા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ronit Roy Seema Biswas Join Salman Khan Movie સલમાન ખાનની આગામી મેગા ફિલ્મમાં રોનિત રોય અને સીમા બિશ્વાસની એન્ટ્રી મહત્વપૂર્ણ પાત્ર ભજવશે
Pinkie Roshan Luxury Apartments Purchase ઋતિક રોશનની માતા પિંકી રોશને ખરીદ્યા ૨ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ અધધ આટલા કરોડમાં થઈ મેગા ડીલ
Swara Bhasker Ram Janmabhoomi Remarks અયોધ્યા ચુકાદા બાદ બોલિવૂડના ત્રણેય ખાન્સને કર્યા હતા મેસેજ! સ્વરા ભાસ્કરે વર્ષો જૂના રહસ્ય પરથી પડદો ઊંચક્યો
Hanuman Ansh Tax Free Announcement હવે આ રાજ્યમાં પણ ટેક્સ ફ્રી થઈ ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૨૩૦ કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મને મોટો સરકારી ટેકો
Exit mobile version