ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓક્ટોબર 2020
સામાન્ય માન્યતા છે કે બૉલીવુડ ની સેલિબ્રિટીઓ હંમેશાં એશોઆરામની જિંદગી જીવતા હોય છે. પરંતુ આ હંમેશાં સાચું ન હોઇ શકે. સેલિબ્રેટીની સ્થિતિ ઘણીવાર 'અદમ્ય' લાગે છે.. નસીબના પૈડાં કોઈ પણ વ્યક્તિના ફરી શકે છે, પછી ભલે તમે એક સમયે ગમે તેટલા સફળ અને પ્રખ્યાત કેમ ન હોવ. બોલિવૂડની આ પાંચ લોકપ્રિય હસ્તીઓ એ વાતનો પુરાવો છે કે એક ખોટું રોકાણ, એક અતિઉત્સાહિત ચાલ તમારું સંપૂર્ણ બેંક બેલેન્સ સફાચટ કરી શકે છે.
1. અમિતાભ બચ્ચન
બોલીવુડના મૅગા સ્ટાર અમિતાભ બચ્ચને એકવાર મીડિયા સાથે શેર કર્યું હતું કે કેવી રીતે તેઓ 2000 માં દેવાદાર બની ગયાં હતાં. 90 કરોડ રૂપિયાની નાદારી તેઓએ નોંધાવી હતી. અહેવાલ પ્રમાણે, 'કૌન બનેગા કરોડપતિ' તેમની એકમાત્ર બચત બની. તેમણે કહ્યું હતું કે, “વર્ષ 2000 માં, જ્યારે આખી દુનિયા નવી સદીની ઉજવણી કરી રહી હતી, ત્યારે હું મારા બડભાગને કોસી રહ્યો હતો. મારી પાસે કોઈ ફિલ્મ્સ નહોતી, પૈસા નહોતા, કોઈ કંપની નહોતી, કંપની વિરુદ્ધ દસ લાખ કાનૂની કેસ થયા હતા અને કર અધિકારીઓએ મારા ઘર પર રિકવરીની નોટિસ લગાવી હતી."
2. પ્રીતિ ઝિન્ટા
પ્રીતિએ પણ નિર્માતાની ટોપી પહેરી દેવું કર્યું હતું. અહેવાલ મુજબ, તેના પ્રોડક્શનની ફિલ્મ 'ઇશ્ક ઇન પેરિસ' બોક્સ ઓફિસ પર ક્રેશ થયા પછી ફિલ્મના લેખક-દિગ્દર્શક અબ્બાસ ટાયરેવાલાએ પ્રીતિ સામે બાકી ચૂકવણી નહીં કરવા બદલ કેસ કર્યો હતો. દેખીતી રીતે, પ્રીતિએ બાકી રકમ ચૂકવવા માટે તેના એપાર્ટમેન્ટને ભાડે રાખવું પડ્યું હતું, અને સારા મિત્ર સલમાન ખાનની થોડી મદદ સાથે તે દેવામાંથી બહાર નીકળી ગઈ હતી.
3. ગોવિંદા
નાણાંકીય બાબતો સાથે ગોવિંદાનું ખરાબ નસીબ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે તેણે પુત્રીના ફિલ્મ પ્રીમિયરમાં દેવાદાર થવાની કબૂલાત કરી. ગોવિંદાએ એક ભાવનાત્મક સંદેશો શેર કર્યો કે કેવી રીતે તે નાદાર થયો કે ટેક્સી અથવા રીક્ષા ભાડે કરવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હતો.
4. અભય દેઓલ
અહેવાલ પ્રમાણે, અભય દેઓલે પણ ફિલ્મ પ્રોડ્યુસર બનવાની ભારે કિંમત ચૂકવી હતી. તેનું ઘરના નિર્માણ 'વન બાય ટુ' એ બોક્સ ઓફિસ પર મોટી નિષ્ફળતા નોંધાવી અને એક્ટરને ભારે આર્થિક નુકસાન સહન કરતું હતું. વસ્તુઓ દેખીતી રીતે એટલી ખરાબ થઈ ગઈ કે તેણે બધી લોન ચુકવવા માટે પોતાનાં ઘર વેચવા પડ્યાં હતાં..
5. શાહરૂખ ખાન
મેગાસ્ટાર અને બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન પણ તેના હોમ પ્રોડક્શન 'રા.વન' પછી સંપૂર્ણ તૂટી પડવાની તૈયારીમાં હતો અને બોક્સ ઓફિસ પર તેની વિનાશક ઇનિંગ્સે તેનું લગભગ પેકઅપ કરી દીધું હતું. કિંગ ખાને કબૂલાત કરી કે ફિલ્મ નિર્માણથી પર એટલો ખર્ચ થયો કે ફિલ્મ ફ્લોપ જતાં તેનું બેંક બેલેન્સ તળીયે આવી ગયું હતું..
