Site icon

નેશનલ ફિલ્મ એવોર્ડ 2022ની થઇ જાહેરાત- અજય દેવગણ અને આ અભિનેતાને મળ્યો બેસ્ટ એક્ટર એવોર્ડ- અહીં જાણો એક ક્લિકમાં સંપૂર્ણ યાદી 

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી(Film Industry)ના સૌથી મોટા એવોર્ડ શો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર(National Film Award)ની જાહેરાત આજે કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ એવોર્ડ 2022 ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. નવી દિલ્હી(New Delhi)માં પ્રેસ કોન્ફરન્સ(Press Conference) દ્વારા વિજેતા(Winners)ઓની યાદી જાહેર કરવામાં આવી છે. મોસ્ટ ફ્રેન્ડલી સ્ટેટનો એવોર્ડ મધ્ય પ્રદેશ(Madhya pradesh)ને આપવામાં આવ્યો છે. તો વળી બેસ્ટ બુક ઓન સિનેમા(Best Book Cinema)નો એવોર્ડ ધ લોગેસ્ટ કિસને મળ્યો છે. આને કિશ્વર દેસાઈએ લખ્યો છે. જોકે બેસ્ટ ક્રિટિક(Best Critic Award)નો એવોર્ડ આ વખતે કોઈને આપવામાં આવ્યો નથી. 

Join Our WhatsApp Community

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાની યાદી..

– નોન ફીચર ફિલ્મમાં બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો એવોર્ડ હિંદીમાં વિશાલ ભારદ્વાજને મળ્યો છે. તેમને આ '1232 KMS: મરેંગે તો વહીં જાકર' માટે મળ્યો છે.

– સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ હિંદી અને અંગ્રેજીમાં 'એડમિડેટ' ને મળ્યો છે. જેના ડાયરેક્ટર ઓજસ્વી શર્મા છે.

– સર્વશ્રેષ્ઠ બંગાળી ફિલ્મ- અવિજાત્રિક

– સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ- તુલસીદાસ જુનિયર

– સર્વશ્રેષ્ઠ કન્નડ ફિલ્મ- ડોલૂ

– સર્વશ્રેષ્ઠ મરાઠી ફિલ્મ- ગોષ્ઠ એક પૈઠણીચી

– સર્વશ્રેષ્ઠ તામિલ ફિલ્મ- શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ

– સર્વશ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ- કલર ફોટો

– સર્વશ્રેષ્ઠ આસામી ફિલ્મ- બ્રિજ

– સર્વશ્રેષ્ઠ મલાયલમ ફિલ્મ- થિંકડયુવા નિશ્ચિયમ

– સર્વશ્રેષ્ઠ હરિયાણવી ફિલ્મ- દાદા લખમી

 – સર્વશ્રેષ્ઠ તુલુ ફિલ્મ- જિતેગે

આ સમાચાર પણ વાંચો : લવ રંજનની આગામી ફિલ્મમાં થઇ શકે છે બોલિવૂડ ના આ અભિનેતા ની એન્ટ્રી-રણબીર કપૂર-શ્રદ્ધા કપૂર સાથે શેર કરશે સ્ક્રીન

 – બેસ્ટ ફિચર ફિલ્મ- સૂરારાઈ પોટ્રૂ (તામિલ ફિલ્મ)

– બેસ્ટ એક્ટ્રેસ- અપર્ણા બાલામુરલી (સૂરારાઈ પોટ્રૂ)

– બેસ્ટ એક્ટર- અજય દેવગણ (તાન્હાજી: ધ અનસંગ વોરિયર), સૂર્યા (સૂરારાઈ પોટ્રૂ)

– બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- રાહુલ દેશપાંડે (મી વસંતરાવ)

– બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર- નચમ્મા (એ.કે. અયપ્પન કોશિયમ)

– બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- બિજૂ મેનન (એ.કે. અયપ્પન કોશિયમ)

– બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (શિવરંજિનિયમ ઇન્મિ સિલા પેંગલ્લુમ)

– બેસ્ટ ડાયરેક્ટર- સચ્ચીદાનંદ કે. આર (એ.કે અયપ્પન કોશિયમ)

– બેલ્ટ એક્શન એન્ડ ડાયરેક્શન- રાજશેખર, માફિયા સાસી અને સુપ્રીમ સુંદર (એ.કે અયપ્પન કોશિયમ)

– બેસ્ટ કોરિયોગ્રાફર- સંધ્યા રાજૂ (નાટ્યમ, તેલુગુ)

– બેસ્ટ લિરિક્સ- મનોજ મુતંશિર (સાઈના)

આ સમાચાર પણ વાંચો : દીપિકાના પતિ રણવીર સિંહે વટાવી તમામ હદ- ન્યૂડ ફોટોશૂટ કરાવી ઈન્ટરનેટ પર મચાવ્યો તહેલકો- જુઓ ફોટોગ્રાફ્સ

– બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્શન- થમન એસ (અલા વેકેંટાપુર્રામુલ્લૂ)

– બેસ્ટ કોસ્ટ્યૂમ ડિઝાઈનર- નચિકેત બર્વે અને મહેશ શેર્લા (તાન્હાજી ધ અનસંગ વોરિયર)

– બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજનલ)- શાલિની ઉર્ષા નાયર અને સુધા કોંગારા (સૂરારાઈ પોટ્રૂ)

ઉલ્લેખનીય છે કે 67મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મનોજ વાજપેયી, ધનુષ, કંગના રનૌત, વિજય સેથુપથી અને સંજય પુરન સિંહ સહિત અન્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ બેસ્ટ ફીચર ફિલ્મ ઈન હિંદી બની હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version