69th National Film Awards : વર્ષ 2021 માટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત; રૉકેટરી: ધ નંબી ઇફેક્ટને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો

69th National Film Awards : 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટેની જ્યુરીએ આજે વર્ષ 2021 માટેના વિજેતાઓની ઘોષણા કરી હતી.આ આપણો સમય છે; ભારતીય ફિલ્મોને સમગ્ર વિશ્વમાં માન્યતા મળી રહી છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર

by Akash Rajbhar
69th National Film Awards Announced for 2021; Rocketry: The Numby Effect won Best Feature Film

News Continuous Bureau | Mumbai 

69th National Film Awards : 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટેની જ્યુરીએ(Jury) આજે વર્ષ 2021 માટેના વિજેતાઓની ઘોષણા કરી હતી. આ જાહેરાત પૂર્વે અધ્યક્ષ અને અન્ય જ્યુરી સભ્યોએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની(Anurag Thakur) મુલાકાત લીધી હતી અને તેમને તેમને પુરસ્કારો માટેની પસંદગીઓ પ્રસ્તુત કરી હતી. મંત્રીએ જ્યુરીનો એન્ટ્રીઓ પર ખંતપૂર્વક ધ્યાન આપવા અને પુરસ્કારો માટે શ્રેષ્ઠની પસંદગી કરવા બદલ જ્યુરીનો આભાર માન્યો હતો. વાતચીત દરમિયાન મંત્રીએ કહ્યું હતું કે, “દરેક શ્રેણીમાં તમામ ફિલ્મો વચ્ચે ખૂબ જ સખત સ્પર્ધા હતી. મારા અભિનંદન અને શુભેચ્છાઓ વિજેતાઓ સાથે છે. આજે ભારત વિશ્વનું સૌથી મોટું ફિલ્મ નિર્માતા છે. આપણી પાસે વિશ્વનું કન્ટેન્ટ હબ બનવાની ક્ષમતા છે. આ આપણો સમય છે. આજે આપણી ફિલ્મોને સમગ્ર વિશ્વમાં માન્યતા મળી રહી છે, પછી તે બાફ્ટા હોય કે ઓસ્કાર.”

આ નિર્ણાયક મંડળમાં ભારતીય સિને-જગતના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ હસ્તીઓ સામેલ હતી. આ પુરસ્કારોની જાહેરાત ફિચર ફિલ્મ્સ જ્યુરીના ચેરપર્સન શ્રી કેતન મહેતા(Ketan Mehta), નોન-ફિચર ફિલ્મ્સ જ્યુરીના ચેરપર્સન શ્રી વસંત એસ સાઈ, શ્રી યતીન્દ્ર મિશ્રા, બેસ્ટ રાઇટિંગ ઓન સિનેમા જ્યુરી દ્વારા માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં અધિક સચિવ સુશ્રી નીરજા શેખરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ રોકેટ્રી(Rockrtry) :  ધ નંબી ઇફેક્ટ અને શ્રેષ્ઠ નોન ફિચર ફિલ્મનો એવોર્ડ સૃષ્ટિ લાખેરા દિગ્દર્શિત એક થા ગાંવને મળ્યો છે.

કાશ્મીર ફાઇલ્સને(Kashmir Files) રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગિસ દત્ત એવોર્ડથી નવાજવામાં આવી છે, જ્યારે આરઆરઆરને સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ જાહેર થયો છે.

અલ્લુ અર્જુને ફિલ્મ ‘પુષ્પા'(Pushpa) (ધ રાઇઝ પાર્ટ I) માં તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ જીત્યો છે, જ્યારે આલિયા ભટ્ટ અને કૃતિ સેનન અનુક્રમે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘મિમી’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો સંયુક્ત એવોર્ડ જીત્યાં છે.

પુરસ્કાર વિજેતાઓની સંપૂર્ણ યાદી નીચે આપવામાં આવી છે.

69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2021

સિનેમા પર શ્રેષ્ઠ લેખન

સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક માટેનો પુરસ્કારઃ

ક્રમ પુસ્તકનું શીર્ષક ભાષા લેખકનું નામ પ્રકાશકનું નામ ચંદ્રક અને રોકડ ઇનામ
1. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત : અત્યંત મધુર યાત્રા અંગ્રેજી રાજીવ વિજયકર રૂપા પબ્લિકેશન્સ ઇન્ડિયા પ્રા.લિ. સ્વર્ણ કમલ અને રૂ. 75,000/-

શ્રેષ્ઠ ફિલ્મ વિવેચકનો એવોર્ડઃ

ક્રમ વિવેચકનું નામ ભાષા ચંદ્રક અને રોકડ ઇનામ
પુરુષોત્તમ ચાર્યુલુ તેલુગુ સ્વર્ણ કમલ અને રૂ. 75,000/-

વિશેષ ઉલ્લેખ-વિવેચક

ક્રમ વિવેચકનું નામ ભાષા ઇનામ
1. સુબ્રમણ્ય બદૂર કન્નડ ફક્ત પ્રમાણપત્ર

 

69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2021

બિન-ફીચર ફિલ્મોનાં પરિણામો

ક્રમ પુરસ્કારની શ્રેણી ફિલ્મનું નામ પુરસ્કાર વિજેતા ચંદ્રક અને રોકડ ઇનામ
શ્રેષ્ઠ નોન-ફીચર ફિલ્મ એક થા ગાંવ નિર્માતા અને નિર્દેશકઃ સૃષ્ટિ લખેરા સ્વર્ણ કમલ અને રૂ. 1,50,000/- પ્રત્યેકને
દિગ્દર્શકની બેસ્ટ ડેબ્યૂ નોન-ફિચર ફિલ્મ પાંચિકા નિર્માતા: શ્રેયા કાપડીઆ

 

દિગ્દર્શક:અંકિત કોઠારી

રજત કમલ અને રૂ. 75, 000/- દરેકને
શ્રેષ્ઠ ઍન્થપલૉજિકલ  ફાયર ઓન એજ નિર્માતાઃ રાઇઝન નોર્થ ઇસ્ટ. બિન સરકારી. સંસ્થા

દિગ્દર્શક: પ્રણવ જ્યોતિ ડેકા

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને
શ્રેષ્ઠ બાયોગ્રાફિકલ ફિલ્મ/ઐતિહાસિક પુનર્નિર્માણ/સંકલન ફિલ્મ 1. રૂખુ માટીર દુખુ માઝી

2. બિયોન્ડ બ્લાસ્ટ

1.નિર્માતા અને દિગ્દર્શક : સોમનાથ મોંડલ

 

2.નિર્માતા: લુવાંગ અપોક્પા મામિકોન

દિગ્દર્શક: સૈખોમ રતન

રજત કમલ અને રૂ. 50,000/- (સહિયારું)

 

 

બેસ્ટ આર્ટ્સ ફિલ્મ ટી.એન. કૃષ્ણન બૉ સ્ટ્રિંગ્સ ટુ ડિવાઇન નિર્માતા: એનએફડીસી

 

દિગ્દર્શક: વી. પેકીરીસામી

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને
શ્રેષ્ઠ વિજ્ઞાન અને તકનીકી ફિલ્મ ઈથોઝ ઑફ ડાર્કનેસ નિર્માતા: શ્રી ગણેશ પ્રોડક્શન્સ

દિગ્દર્શક: અવિજીત બેનરજી

 

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને
શ્રેષ્ઠ પ્રમોશનલ ફિલ્મ (પ્રવાસન, નિકાસ, હસ્તકલા, ઉદ્યોગ વગેરેને આવરી લેવા માટે) લુપ્તપ્રાય વારસો

‘વારલી આર્ટ’

નિર્માતા: બાબા સિનેમાઝ

 

દિગ્દર્શક: હેમંત વર્મા

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

કૃષિ સહિત શ્રેષ્ઠ પર્યાવરણ ફિલ્મ મુન્નમ વલાવુ નિર્માતા: શ્રી ગોકુલમ મૂવીઝ

 

દિગ્દર્શક: આર એસ પ્રદીપ

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

 

સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મ
  1. મિથુ દી

 

  1. ધેર ટુ વન
નિર્માતા અને  દિગ્દર્શક: અસીમ કુમાર સિંહા

 

નિર્માતા: એફટીઆઇઆઇ

દિગ્દર્શક: હિમાંશુ પ્રજાપતિ

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને (સહિયારું)

 

 

 

શ્રેષ્ઠ શૈક્ષણિક ફિલ્મ સિરપીગલિન સિરપંગલ નિર્માતા: કેકેવી મીડિયા વૅન્ચર

 

દિગ્દર્શક: બી લેનિન

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

શ્રેષ્ઠ એક્સ્પ્લોરેશન/એડવેન્ચર ફિલ્મ (સ્પોર્ટ્સ સહિત) આયુષ્માન નિર્માતા: મેથ્યુ વર્ગીઝ, દિનેશ રાજકુમાર એન, નવીન ફ્રાન્સિસ

દિગ્દર્શક: જેકોબ વર્ગીઝ

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

 

 

 

શ્રેષ્ઠ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ લૂકિંગ ફોર ચલાન નિર્માતા: આઇજીએનસીએ

 

દિગ્દર્શક: બપ્પા રે

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

શ્રેષ્ઠ એનિમેશન ફિલ્મ કાન્ડીત્તુન્ડુ નિર્માતા: સ્ટુડિયો ઇકસોરસ પ્રોડક્શન્સ પ્રા. લિમિટેડ

દિગ્દર્શક: અદિતી કૃષ્ણદાસ

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

સ્પેશિયલ જ્યુરી એવોર્ડ રેખા દિગ્દર્શક: શેખર બાપુ રંખમ્બે રજત કમલ અને રૂ. 1,00,000/- દરેકને
શ્રેષ્ઠ ટૂંકી ફિલ્મ દાલ ભાત નિર્માતા: નેમિલ શાહ

 

દિગ્દર્શક: નેમિલ શાહ

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને
કૌટુંબિક મૂલ્યો પર શ્રેષ્ઠ ફિલ્મ ચંદ સાંસે નિર્માતા: ચંદ્રકાંત કુલકર્ણી

 

દિગ્દર્શક: પ્રતિમા જોષી

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને
શ્રેષ્ઠ દિગ્દર્શન સ્માઇલ પ્લીઝ દિગ્દર્શક: બકુલ મટિયાણી સ્વર્ણ કમલ અને રૂ. 1,50,000/-
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી પતાલ-તી સિનેમેટોગ્રાફર: બિટ્ટુ રાવત

 

રજત કમલ અને રૂ. 50,000/- દરેકને

 

બેસ્ટ ઓડિયોગ્રાફી (ફાઇનલ મિક્સ્ડ ટ્રેકના રિ-રેકોર્ડિસ્ટ) એક થા ગાંવ રી-રેકોર્ડિસ્ટ (ફાઇનલ મિક્સ્ડ ટ્રેક):ઉન્ની કૃષ્ણન રજત કમલ અને રૂ. 50,000/-
બેસ્ટ પ્રોડક્શન સાઉન્ડ રેકોર્ડિસ્ટ (લોકેશન/સિન્ક સાઉન્ડ) મીન રાગ પ્રોડક્શન સાઉન્ડ રેકોર્ડિસ્ટ: સુરુચિ શર્મા રજત કમલ અને રૂ. 50,000/-
શ્રેષ્ઠ એડિટિંગ

 

ઈફ મેમરી સર્વ્સ મી રાઇટ એડિટર: અભ્રો બેનર્જી રજત કમલ અને રૂ. 50,000/-

 

 

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન સુસેલેન્ટ સંગીત દિગ્દર્શક: ઇશાન દિવેચા

 

રજત કમલ અને રૂ. 50,000/-
શ્રેષ્ઠ કથન/વોઈસ ઓવર હતિ બંધુ

 

 

વોઇસ ઓવર: કુલદા કુમાર ભટ્ટાચારજી

 

 

 

રજત કમલ અને રૂ. 50,000/-

 

 

વિશિષ્ટ ઉલ્લેખ 1.બાલે બંગારા

 

2.કરુવરાઇ

3.ધ હિલિંગ ટચ

 

4.એક દુઆ

અનિરુદ્ધ જાટકર

 

શ્રીકાંત દેવ

 

શ્વેતા કુમાર દાસ

 

રામ કમલ મુકરજી

 

પ્રમાણપત્ર

આ સમાચાર પણ વાંચો :  Hair Fall: ખરતા વાળને અટકાવવા કરો આ તેલનો ઉપયોગ, થોડા દિવસમાં દેખાશે અસર..

69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2021

ફીચર ફિલ્મો-પરિણામો

ક્રમ પુરસ્કારની શ્રેણી ફિલ્મનું નામ પુરસ્કાર વિજેતા ચંદ્રક અને રોકડ ઇનામ
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ રૉકેટરી: ધ નંબી ઇફેક્ટ

 

(હિંદી)

નિર્માતા: રોકેટ્રી એન્ટરટેઇનમેન્ટ એલએલપી

દિગ્દર્શક: આર માધવન

સ્વર્ણ કમલ અને

રૂ. 2,50,000 (દરેકને)

શ્રેષ્ઠ નવોદિત નિર્દેશક ફિલ્મ માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર મેપ્પાડિયાન (ઉપર ઉલ્લેખિત વ્યક્તિ)

(મલયાલમ)

 

નિર્માતા: ઉન્ની મુકુંદન ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ.

દિગ્દર્શક: વિષ્ણુ મોહન

સ્વર્ણ કમલ અને રૂ.1,25,000 (દરેકને)
સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ માટેનો પુરસ્કાર આરઆરઆર (તેલુગુ) નિર્માતા: ડીવીવી એન્ટરટેઇનમેન્ટ્સ એલએલપી

દિગ્દર્શક: એસ એસ રાજામૌલી

 

સ્વર્ણ કમલ અને

રૂ. 2,00,000/- (દરેકને)

રાષ્ટ્રીય એકતા પરની શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે નરગિસ દત્ત એવોર્ડ  

ધ કાશ્મીર ફાઇલ્સ

(હિન્દી)

 

નિર્માતા: ઝી સ્ટુડિયોઝ લિમિટેડ

 

દિગ્દર્શક: વિવેક રંજન અગ્નિહોત્રી

 

રજત કમલ અને

રૂ. 1,50,000/- (દરેકને)

સામાજિક મુદ્દાઓ પર શ્રેષ્ઠ ફિલ્મ  

અનુનાદ-ધ રેઝોનન્સ

(આસામીઝ)

 

નિર્માતા: આસામ સ્ટેટ ફિલ્મ કોર્પોરેશન લિ.

દિગ્દર્શક: રીમા બોરાહ

 

રજત કમલ અને

રૂ. 1,50,000/- (દરેકને)

પર્યાવરણનાં સંરક્ષણ/જાળવણી પરની શ્રેષ્ઠ ફિલ્મ અવસાવ્યુહમ (મલયાલમ) નિર્માતા: ક્રિશંદ ફિલ્મ્સ

 

દિગ્દર્શક: ક્રિશંદ

રજત કમલ અને

રૂ. 1,50,000/- (દરેકને)

બાળકો માટેની શ્રેષ્ઠ ફિલ્મ ગાંધી એન્ડ કંપની

(ગુજરાતી)

નિર્માતા: એમડી મીડિયા કોર્પ

 

દિગ્દર્શક: મનીષ સૈની

સ્વર્ણ કમલ અને

રૂ. 1,50,000/- (દરેકને)

શ્રેષ્ઠ નિર્દેશન ગોદાવરી (ધ હોલી વૉટર)

(મરાઠી)

દિગ્દર્શક: નિખિલ મહાજન સ્વર્ણ કમલ અને

 

 

રૂ. 2,50,000/-

શ્રેષ્ઠ અભિનેતા પુષ્પા (ધ રાઇઝ પાર્ટ I)

(તેલુગુ)

મુખ્ય અભિનેતા: અલ્લુ અર્જુન

 

 

 

રજત કમલ અને

રૂ. 50,000/-

 

 

શ્રેષ્ઠ અભિનેત્રી 1. ગંગુબાઇ કાઠિયાવાડી (હિન્દી)

 

 

2. મિમિ (હિન્દી)

મુખ્ય અભિનેત્રી : આલિયા ભટ્ટ

 

 

 

મુખ્ય અભિનેત્રી : કૃતિ સેનન

રજત કમલ અને

રૂ. 50,000/-

 

શ્રેષ્ઠ સહાયક અભિનેતા મિમિ (હિન્દી) સહાયક અભિનેતા: પંકજ ત્રિપાઠી

 

રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ધ કાશ્મીર ફાઇલ્સ

(હિન્દી)

સહાયક અભિનેત્રી: પલ્લવી જોષી

 

રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ બાલ કલાકાર લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ)

(ગુજરાતી)

બાળ કલાકાર: ભાવિન રબારી

 

 

 

રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ પાર્શ્વગાયક આરઆરઆર

(તેલુગુ)

ગાયક: કાલ ભૈરવા

 

(ગીત: કોમુરમ ભીમુડો)

 

રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા ઈરવિન નિલલ (શૅડો ઑફ નાઇટ)

(તમિલ)

 

ગાયિકા: શ્રેયા ઘોષાલ

 

(ગીત : માયાવા છાયાવા)

 

રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી સરદાર ઉધમ

(હિન્દી)

 

 

કેમેરામેન: અવિક મુખોપાધ્યાય રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે નયટ્ટૂ (ધ હંટ)

(મલયાલમ)

 

 

ગંગુબાઇ કાઠિયાવાડી

(હિન્દી)

 

 

 

ગંગુબાઇ કાઠિયાવાડી

(હિન્દી)

 

પટ્ટકથા લેખક (મૂળ): શાહી કબીર

 

 

 

પટકથા લેખક (અપનાવેલી) :

સંજય લીલા ભણસાલી અને  ઉત્કર્ષીનિ વશિષ્ઠ

 

સંવાદ લેખક : ઉત્કર્ષીનિ વશિષ્ઠ અને પ્રકાશ કાપડીઆ

રજત કમલ અને

રૂ. 50,000/- (દરેકને)

શ્રેષ્ઠ ઓડિયોગ્રાફી ચવિટ્ટુ

(મલયાલમ)

 

 

 

ઝિલ્લી (ડિસ્કાર્ડ્સ)

(બંગાળી)

 

સરદાર ઉધમ

(હિન્દી)

શ્રેષ્ઠ પ્રોડક્શન સાઉન્ડ રેકોર્ડિસ્ટ (સ્થાન/સમન્વય ધ્વનિ):

 

અરુણ અશોક અને સોનુ કે પી

સાઉન્ડ ડિઝાઇનર: અનીસ બાસુ

 

 

રિ-રેકૉર્ડિંગ (અંતિમ મિશ્રણ): સિનોય જૉસેફ

રજત કમલ અને

રૂ. 50,000/- (દરેકને)

શ્રેષ્ઠ સંપાદન ગંગુબાઇ કાઠિયાવાડી

(હિન્દી)

એડિટર: સંજય લીલા ભણસાલી રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન સરદાર ઉધમ

(હિન્દી)

પ્રોડક્શન ડિઝાઇનર : દમિત્રી માલિચ અને માનસી ધ્રુવ મહેતા રજત કમલ અને

રૂ. 50,000/- (સહિયારું)

શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનર સરદાર ઉધમ

(હિન્દી)

કોસ્ચ્યુમ ડિઝાઇનર: વીરા કપુર ઈ રજત કમલ અને રૂ. 50,000/- (સહિયારું)
શ્રેષ્ઠ મેક-અપ કલાકાર ગંગુબાઇ કાઠિયાવાડી

(હિન્દી)

 

મેક-અપ કલાકાર પ્રીતિશીલ સિંહ ડિસોઝા રજત કમલ અને

રૂ. 50,000/-

શ્રેષ્ઠ સંગીત નિર્દેશન પુષ્પા (ધ રાઇઝ પાર્ટ I)

(તેલુગુ)

 

 

આરઆરઆર

(તેલુગુ)

 

સંગીત દિગ્દર્શક (ગીતો):

 

દેવી શ્રી પ્રસાદ

 

 

સંગીત નિર્દેશક (બેકગ્રાઉન્ડ સ્કોર):

એમ.એમ. કીરવાની

રજત કમલ અને

રૂ. 50,000/- (દરેકને)

શ્રેષ્ઠ ગીતો કોંડા પોલમ

(તેલુગુ)

 

ગીતકાર: ચંદ્રબોઝ

 

(ગીત : ધમ ધમ ધમ)

રજત કમલ અને

રૂ. 50,000/-

વિશેષ જ્યુરી પુરસ્કાર શેરશાહ

 

દિગ્દર્શક: વિષ્ણુ વર્ધન રજત કમલ અને

રૂ. 2,00,000/-

 

 

શ્રેષ્ઠ સ્પેશિયલ ઈફેક્ટ્સ આરઆરઆર

(તેલુગુ)

સ્પેશિયલ ઈફેક્ટ્સ સર્જક : વી શ્રીનિવાસ મોહન રજત કમલ અને

રૂ. 50,000/-

 

 

શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન આરઆરઆર

(તેલુગુ)

 

કોરિયોગ્રાફરઃ પ્રેમ રક્ષિત રજત કમલ અને

રૂ. 50,000/-

 

બેસ્ટ એક્શન ડાયરેક્શન એવોર્ડ (સ્ટન્ટ કોરિયોગ્રાફી) આરઆરઆર

(તેલુગુ)

સ્ટન્ટ કોરિયોગ્રાફર: કિંગ સોલોમન રજત કમલ અને

રૂ. 50,000/-

બંધારણની આઠમી અનુસૂચિમાં નિર્દિષ્ટ દરેક ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
શ્રેષ્ઠ આસામી ફિલ્મ અનુર  (આઇઝ ઓન ધ સનશાઇન) નિર્માતા: ગોપેન્દ્ર મોહન દાસ

 

દિગ્દર્શક: મોંજુલ બરુહા

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ

 

કાલકોખો-હાઉસ ઓફ ટાઇમ નિર્માતા: ઓરોરા ફિલ્મ કોર્પોરેશન પ્રા. લિમિટેડ

દિગ્દર્શક: રાજદીપ પોલ અને શર્મિષ્ઠા મૈતી

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ હિંદી ફિલ્મ

 

 

સરદાર ઉધમ

(હિન્દી)

નિર્માતા: કિનો વર્ક્સ એલએલપી

 

દિગ્દર્શક: સુજિત સરકાર

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ લાસ્ટ ફિલ્મ શૉ

(છેલ્લો શૉ)

નિર્માતા: જુગાડ મોશન પિક્ચર્સ

 

દિગ્દર્શક: પાન નલિન

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ 777 ચાર્લી નિર્માતા: પરમવાહ સ્ટુડિયો પ્રા. લિમિટેડ

દિગ્દર્શક: કિરણરાજ કે

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

બેસ્ટ મૈથિલી ફિલ્મ સમાનંતર (ધ પેરેલલ) નિર્માતા: અનિરાતી ફિલ્મ્સ

 

દિગ્દર્શક: નીરજ કુમાર મિશ્રા

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ એકડા કે ઝાલા નિર્માતા: ગજવદાના શોબોક્સ એલએલપી

 

દિગ્દર્શક: સલીલ શ્રીનિવાસ કુલકર્ણી

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ હોમ નિર્માતા: ફ્રાયડે ફિલ્મ હાઉસ પ્રા. લિમિટેડ

 

દિગ્દર્શક: રોજિન.પી.થોમસ

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ મેઇટીલોન ફિલ્મ ઇખોઇગી યમ (અવર હોમ) નિર્માતા: ચિંગસુબામ શીતલ

દિગ્દર્શક: માયાંગલામ્બામ રોમી મેઈટેઈ

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

બેસ્ટ ઓડિયા ફિલ્મ પ્રતિક્ષ્યા

(ધ વેઇટ)

નિર્માતા: અમિયા પટનાયક પ્રોડકશન્સ

દિગ્દર્શક: અનુપમ પટનાયક

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ કદાયસી વિવાસાયી (ધ લાસ્ટ ફાર્મર) નિર્માતા: ટ્રાઇબલ આર્ટ્સ

 

દિગ્દર્શક: એમ. મનિકંદન

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

 

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ ઉપેન્ન (વેવ) નિર્માતા: મિથ્રી મૂવી મેકર્સ

દિગ્દર્શક: સાના બુચીબાબુ

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

31 બંધારણની અનુસૂચિ VIIIમાં નિર્દિષ્ટ કરેલી સિવાયની દરેક ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ
(a) બેસ્ટ મિશિંગ ફિલ્મ બુમ્બા રાઇડ નિર્માતા: ક્વાર્ટર મૂન પ્રોડક્શન

 

 

દિગ્દર્શક: વિશ્વજીત બોરા

રજત કમલ અને

રૂ. 1,00,000/- (દરેકને)

32. વિશિષ્ટ ઉલ્લેખ 1. કદૈસી વિવાસાયી (છેલ્લો ખેડૂત)

 

2. ઝિલ્લી  (ડિસ્કાર્ડ્સ)

 

3. હોમ

 

4. અનુર – આઇઝ ઓન ધ સનશાઇન

સ્વ. શ્રી નાલન્ડી

 

અરણ્ય ગુપ્તા અને બિથન બિસ્વાસ

ઇન્દ્રન્સ

જહાંઆરા બેગમ

પ્રમાણપત્ર

 

69મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2021

જ્યુરી

 

ફિચર ફિલ્મ જ્યુરી

કેન્દ્રિય પેનલ
શ્રી કેતન મહેતા (ચેરપર્સન)
શ્રી સબ્યસાચી મહાપાત્રા (સભ્ય)
શ્રી વી.એન.આદિત્ય (સભ્ય)
શ્રી પરેશ વોરા (સભ્ય)
શ્રી માનસ ચૌધરી (સભ્ય)
શ્રી મલય રે (સભ્ય)
શ્રી જી. સુરેશ કુમાર (સભ્ય)
શ્રી સુનિલકુમાર દેસાઈ (સભ્ય)
સુશ્રી પપિયા અધિકારી (સભ્ય)
શ્રી મુથુ ગણેશ (સભ્ય)
શ્રી શાંતનુ ગણેશ રોડે (સભ્ય)

 

પ્રાદેશિક જ્યુરી

ઉત્તર પેનલ
શ્રી વી.એન.આદિત્ય, (ચેરપર્સન)
શ્રી આર. વી. રામાણી (સભ્ય)
શ્રી આનંદકુમાર સિંઘ (સભ્ય)
શ્રી મુર્તઝા અલી ખાન (સભ્ય)
શ્રી શિવમ છાબરા (સભ્ય)

 

પૂર્વ પેનલ
શ્રી પરેશ વોરા (ચેરપર્સન)
કુ. રૂના આશિષ (સભ્ય)
સુશ્રી જયશ્રી ભટ્ટાચાર્ય (સભ્ય)
કુ. બોબી સરમા બરુઆ (સભ્ય)
શ્રી શિલાદિત્ય મૌલિક (સભ્ય)

 

પશ્ચિમ પેનલ
સુશ્રી મલય રે,(ચેરપર્સન)
શ્રી મંદાર તલૌલીકર (સભ્ય)
સુશ્રી  ઓલિવીયા દાસ (સભ્ય)
શ્રી પ્રિતેશ સોઢા (સભ્ય)
Sh. Bhaurao Karhade (Member)

 

દક્ષિણ પેનલ
શ્રી સબ્યસાચી મહાપાત્રા (ચેરપર્સન)
શ્રી સુકુમાર જટાનિયા (સભ્ય)
શ્રીમતી જી કલા (સભ્ય)
કુ. ગીતા ગુરપ્પા (સભ્ય)
શ્રી સજીન બાબુ (સભ્ય)

 

દક્ષિણ II પેનલ
શ્રી માનસ ચૌધરી, (ચેરપર્સન)
શ્રી એમ એન સ્વામી (સભ્ય)
સુશ્રી બાલાબદ્રાપતિરુની રામાણી (સભ્ય)
સુશ્રી  એમ. એમ. શ્રીલેખા (સભ્ય)
શ્રી સૂર્યપાલ સિંહ (સભ્ય)

 

નોન ફિચર ફિલ્મ્સ જ્યુરી

શ્રી વસંત એસ સાંઈ, (અધ્યક્ષ)
શ્રી. બોરુન થોકચોમ (સભ્ય)
શ્રી શંખજીત દે (સભ્ય)
શ્રી પંચાક્ષરી સી ઈ (સભ્ય)
શ્રી હરિ પ્રસાદ (સભ્ય)
શ્રી અમોલ વસંત ગોલે (સભ્ય)
શ્રી કામાખ્યા નારાયણ સિંહ (સભ્ય)

 

સિનેમા પર શ્રેષ્ઠ લેખન જ્યુરી

1 એસ. યતીન્દ્ર મિશ્રા (અધ્યક્ષ)
2 શ્રી વિજય સાઈ (સભ્ય)
3 એસ. રામદાસ નાયડુ (સભ્ય)
You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More