ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
દેશભરના મોટાભાગના થિએટરો કોરોના વાયરસ મહામારી વચ્ચે ફરીથી ખોલવા માટે સુયોજિત છે. આવતીકાલે એટલે કે 15 ઓક્ટોબરથી થિયેટરો ફરી એકવાર ખુલવા જઈ રહ્યા છે. સરકારે 50% બેઠક ક્ષમતા સાથે થિયેટરોને ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દરમિયાન, ઘણી ફિલ્મો ફરી એકવાર મોટા પડદે રજૂ થશે. આ તે ફિલ્મો છે જે ભૂતકાળમાં મોટા પડદા પર બતાવવામાં આવી છે.
એક ટ્રેડ એનાલિસ્ટે ટ્વીટ કરીને ફિલ્મ અંગે માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, 'આ અઠવાડિયે થિયેટર ફરીવાર ખુલી રહ્યા છે. છ હિંદી ફિલ્મ આ અઠવાડિયે રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં 'તાન્હાજી', 'વૉર', 'શુભ મંગલ ઝ્યાદા', 'મલંગ', 'થપ્પડ' તથા 'કેદારનાથ' શામેલ છે. આગામી દિવસોમાં અન્ય ફિલ્મના નામે સામે આવશે.'
આ તમામ ફિલ્મમાંથી 'કેદારનાથ' 2018માં રિલીઝ થઈ હતી. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને તેથી જ સુશાંતના ચાહકો માટે આ ફિલ્મ ફરી વાર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને અભિષેક કપૂર ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સુશાંતની સાથે સારા અલી ખાન હતી. સારાની આ ડેબ્યૂ ફિલ્મ હતી.