70th National Film Awards: મિથુન દા ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી લઈને માનસી પારેખ સુધી, જાણો કોને કયો એવોર્ડ મળ્યો.

:70th National Film Awards: 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં, મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા.હતા તેમજ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખ ને શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો છે તો ચાલો જાણીએ બીજા કોને કયો એવોર્ડ મળ્યો.

by Zalak Parikh
70th national film awards winner list

News Continuous Bureau | Mumbai 

70th National Film Awards: ગઈકાલે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય સિનેમાના કલાકારોને તેમના શાનદાર કામ માટે પુરસ્કાર આપ્યા હતા. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં, મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા.હતા.  તેમજ ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે અભિનેત્રી માનસી પારેખ ને શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો છે તો ચાલો જાણીએ બીજા કોને કયો એવોર્ડ મળ્યો.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માં થવા જઈ રહી છે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી, વિવિયન ડીસેના સાથે છે ખાસ સંબંધ

70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ના વિજેતા ની યાદી 

શ્રેષ્ઠ અભિનેતા: રિષભ શેટ્ટી (કાંતારા)

શ્રેષ્ઠ અભિનેત્રી: માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ) અને નિત્યા મેનન (થિરુચિત્રમ્બલમ) 

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: નીના ગુપ્તા

શ્રેષ્ઠ સહાયક અભિનેતાઃ પવન મલ્હોત્રા

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મઃ ગુલમોહર

શ્રેષ્ઠ ફીચર ફિલ્મઃ અત્તમ

બેસ્ટ ડેબ્યુ ફિલ્મઃ ફૌજા (પ્રમોદ કુમાર)

શ્રેષ્ઠ તેલુગુ મૂવી: કાર્તિકેય 2

શ્રેષ્ઠ તમિલ મૂવી: પોનીયિન સેલવાન – ભાગ 1

શ્રેષ્ઠ પંજાબી ફિલ્મઃ બાગી દી ધી

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ: સૌદી વેલાક્કા સીસી.225/2009

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મઃ વાલવી

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ: KGF: ચેપ્ટર 2

શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન: KGF: ચેપ્ટર 2

શ્રેષ્ઠ કોરિયોગ્રાફીઃ તિરુચિત્રાબલમ

શ્રેષ્ઠ ગીતો: ફૌજા

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક: પ્રીતમ (ગીત) અને એ.આર. રહેમાન (બેકગ્રાઉન્ડ સ્કોર)

શ્રેષ્ઠ પોશાક: કચ્છ એક્સપ્રેસ

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ અપરાજિતા

શ્રેષ્ઠ સંપાદન: અત્તમ

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન: પોનીયિન સેલવાન – ભાગ 1

બેસ્ટ ડાયલોગ્સઃ ગુલમોહર

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી: પોનીયિન સેલવાન – ભાગ 1


મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા.હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More