News Continuous Bureau | Mumbai
તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ને 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ આપવામાં આવ્યો છે. 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2023 માટે, અલ્લુ અર્જુનનું નામ તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ વાતની જાહેરાત થતાં જ ફિલ્મસ્ટારના ઘરે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આની જાહેરાત થતાં જ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને તેની ફિલ્મના નિર્દેશક સુકુમાર આનંદથી નાચવા લાગ્યા. આ દરમિયાન ફિલ્મ સ્ટારના પિતા અને જાણીતા ફિલ્મમેકર અલ્લુ અરવિંદ પણ પાછળ ઉભા હતા.તેમજ, અભિનેતાની પત્ની સ્નેહા રેડ્ડીએ પણ આ ખુશી પોતાની આંખોથી જોઈ. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ખળભળાટ મચી ગયો છે. જે બાદ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુનને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
Allu Arjun celebrating his National Award win as Best Actor with #Pushpa team @alluarjun#69thNationalFilmAwards#NationalFilmAwards2023pic.twitter.com/w8fGpjsfwM
— Vamsi Kaka (@vamsikaka) August 24, 2023
નેશનલ અવૉર્ડ મેળવવા વાળો પહેલો તેલુગુ સ્ટાર બન્યો અલ્લુ અર્જુન
આટલું જ નહીં આ સાથે અલ્લુ અર્જુનને એક મોટી ઉપલબ્ધિ મળી છે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થનાર તેલુગુ સિનેમા નો પ્રથમ અભિનેતા બન્યો છે. પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની આ ફિલ્મે ગયા વર્ષે ઘણો હંગામો મચાવ્યો હતો. ફિલ્મના તમામ ડાયલોગ્સથી લઈને એક્ટર અલ્લુ અર્જુનની ડાયલોગ ડિલિવરી અને તેની અનોખી સ્ટાઈલની ખૂબ જ ચર્ચા થઈ હતી. જેના કારણે તે માત્ર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકોનો ફેવરિટ બની ગયો હતો. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા સાથે તેની લોકપ્રિયતા દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગઈ. હવે નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદગી થતાં આ બાબતની પુષ્ટિ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : 69th National Film Awards : વર્ષ 2021 માટે 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત; રૉકેટરી: ધ નંબી ઇફેક્ટને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો