Site icon

શાહિદ કપૂરની મૂવી ‘જર્સી’ પર લાગ્યો આ આરોપ, ફિલ્મ વિરુદ્ધ દાખલ થયો કેસ; જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ જર્સીની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. ફિલ્મના નિર્માતાઓએ તેની રિલીઝ ડેટ લંબાવવાનો નિર્ણય લીધો છે. પહેલા આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ હવે તે 22 એપ્રિલે રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જર્સીની રિલીઝ ડેટ ફિલ્મ KGF ચેપ્ટર 2 સાથે ક્લેશ ના થાય તે માટે તેને આગળ વધારવામાં આવી છે.આ દરમિયાન ફિલ્મ જર્સીને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.એક મીડિયા હાઉસ ના અહેવાલો અનુસાર, એક લેખકે  ફિલ્મના નિર્માતાઓ પર વાર્તા ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. લેખક  દાવો કરે છે કે ફિલ્મની વાર્તા તેમની છે, જે નિર્માતાઓએ તેમની ફિલ્મ માટે ચોરી કરી છે. જેના માટે તેણે જર્સીના નિર્માતાઓ સામે કેસ પણ દાખલ કર્યો છે.

Join Our WhatsApp Community

મુંબઈ હાઈકોર્ટમાં ગઈકાલે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ ડેટ આગળ ધપાવવા પાછળ પણ આ કારણ હોવાનું કહેવાય છે. અગાઉ એક નિવેદનમાં, જર્સીના નિર્માતા અમન ગિલે કહ્યું હતું કે, "એક ટીમ તરીકે, અમે જર્સીમાં અમારું લોહી, પરસેવો અને આંસુ વહાવ્યા છે અને અમે ઈચ્છીએ છીએ કે અમારી પ્રિય ફિલ્મ તમારા બધા સુધી વ્યાપક રીતે પહોંચે. જર્સી હવે 22 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મ 'જર્સી'માં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. તો ત્યાં અભિનેત્રી મૃણાલ ઠાકુર તેની પત્નીના રોલમાં જોવા મળશે. ફિલ્મ જર્સી સાઉથ સિનેમામાં આ જ નામની ફિલ્મની હિન્દી રિમેક છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. બીજી તરફ શાહિદ કપૂરની વાત કરીએ તો તે છેલ્લે વર્ષ 2019માં આવેલી ફિલ્મ કબીર સિંહમાં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ અભિનેતા હૃતિક રોશન એક સમયે તેની આ આદતથી હતો પરેશાન, એક પુસ્તકની મદદથી મળ્યો છુટકારો; જાણો વિગત

શાહિદ ની ફિલ્મ કબર સિંહ પણ સાઉથની હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીની રિમેક હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. જે બાદ શાહિદ કપૂરના ફેન્સ તેને મોટા પડદા પર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ એવા પણ અહેવાલ છે કે ફિલ્મ KGF ચેપ્ટર 2ને કારણે જર્સીની રિલીઝ ડેટ લંબાવવામાં આવી છે. કન્નડ અભિનેતા યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. યશના ચાહકો KGF ચેપ્ટર 2 માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version