Site icon

આમિર ખાનને બિલકુલ પસંદ ન હતો સલમાન ખાન, જાણો કેવી રીતે બન્યા ખાસ મિત્ર

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ફિલ્મ ‘અંદાજ અપના અપના’ દરેકની ફેવરિટ છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આમિર ખાનની જોડી  દર્શકોને ખુબ પસંદ આવી હતી. પરંતુ સત્ય એ છે કે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું, તે સમયે બંનેએ એકબીજા સાથે વાત પણ કરી ન હતી. આટલું જ નહીં આમિર ખાન સલમાન ખાન થી દૂર રહેવા માંગતો હતો. જોકે, આમિર અને તેની પહેલી પત્ની રીના દત્તાના છૂટાછેડા સમયે બંને મિત્રો બની ગયા હતા.

વર્ષ 2013 માં  'કોફી વિથ કરણ'માં આમિરે 'અંદાઝ અપના-અપના' વિશે વાત કરતાં કહ્યું હતું કે સલમાન સાથે કામ કરવાનો તેનો અનુભવ યોગ્ય નથી. તેને સલમાન બિલકુલ પસંદ નહોતો. આમિરે કહ્યું હતું કે, મને સલમાન ખાન અસભ્ય અને બેદરકાર લાગતો હતો. તેની સાથે કામ કર્યા બાદ હું તેનાથી દૂર રહેવા માંગતો હતો.જોકે, વર્ષ 2004માં જ્યારે આમિર અને રીના દત્તાના છૂટાછેડા થયા ત્યારે સલમાન ખાન જ તેમની હાલચાલ પૂછવા  આવ્યો હતો. આમિરે કહ્યું, “સલમાન મારા જીવનમાં ત્યારે આવ્યો જ્યારે હું મારા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો.તે સમયે મારી પત્ની સાથે મારા છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી હું અને સલમાન મળવા લાગ્યા. અમે સાથે દારૂ પીતા હતા અને આ રીતે અમે મિત્ર બની ગયા.'' આમિરે કહ્યું કે ત્યારથી અમારું બોન્ડ સાચી મિત્રતામાં પરિણમ્યું છે.

આ સમાચાર પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ભાવુક થઈ શહેનાઝ ગિલ, પુરી કરવા માંગે છે અભિનેતાની આ ઈચ્છા

નોંધનીય છે કે, આમિર ખાને તેની પહેલી પત્નીને વર્ષ 2004માં છૂટાછેડા આપી દીધા હતા. આ પછી તેણે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. પરંતુ વર્ષ 2021માં કિરણ અને આમિર અલગ થઈ ગયા. બંનેએ તેમના 15 વર્ષ જૂના સંબંધો તોડી નાખ્યા છે.તેમને 9 વર્ષનો પુત્ર પણ છે, જેનું નામ આઝાદ છે. આ પછી આમિરનું નામ દંગલ ફિલ્મની અભિનેત્રી ફાતિમા શેખ સાથે પણ જોડાયું હતું. સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધા છે.જો બંનેના કામની વાત કરીએ તો આમિર ખાન કરીના કપૂર સાથેની તેની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તેમજ, સલમાન ખાનની ટાઇગર 3 નું શૂટિંગ પણ હાલમાં જ સમાપ્ત થયું છે. જે 21 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે.

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version