Site icon News Continuous Bureau | Mumbai

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય

Anu Malik Music Copy Controversy:‘સુન સુન બરસાત કી ધુન’ ના લિરિક્સ અને મ્યુઝિક હોલીવુડ સિંગર જોસ ફેલિસિયાનોના ગીત ‘Rain’ માંથી ચોરાયા? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

Did Anu Malik copy 'Sun Sun Barsat Ki Dhun' from Hollywood

Did Anu Malik copy 'Sun Sun Barsat Ki Dhun' from Hollywood

News Continuous Bureau | Mumbai

Anu Malik Music Copy Controversy: ૧૯૯૩માં રિલીઝ થયેલી મહેશ ભટ્ટની ફિલ્મ ‘સર’ (Sir) નું રોમેન્ટિક ગીત ‘સુન સુન બરસાત કી ધુન’ આજે પણ ફેવરિટ છે. જોકે, ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોએ ખળભળાટ મચાવ્યો છે. દાવા મુજબ, ૧૯૬૯માં હોલીવુડના જાણીતા ગાયક જોસ ફેલિસિયાનો (Jose Feliciano) એ ગાયેલા ગીત ‘Rain’ અને અનુ મલિકના ગીતની ધૂન એક સમાન છે.આ વીડિયો સામે આવ્યા બાદ યૂઝર્સ અનુ મલિકને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે અને ગીતને ‘સુન સુન ચોરી કી ધુન’ કહી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો

માત્ર ધૂન જ નહીં, લિરિક્સ પણ સેમ?

સોશિયલ મીડિયા પર બંને ગીતોની સરખામણી કરતો વીડિયો શેર કરવામાં આવ્યો છે. યૂઝર્સનું કહેવું છે કે અનુ મલિકે માત્ર મ્યુઝિક જ નહીં, પણ ગીતના શબ્દો (લિરિક્સ) પણ કોપી કર્યા છે. ફેલિસિયાનોનું ગીત ‘Listen to the pouring rain, listen to it pour’ અને અનુ મલિકનું ગીત ‘સુન સુન સુન બરસાત કી ધુન, સુન સુન સુન’ એકદમ મળતા આવે છે.


અનુ મલિક પર અગાઉ પણ અનેક ગીતોની ધૂન કોપી કરવાના આરોપો લાગી ચૂક્યા છે. માત્ર અનુ મલિક જ નહીં, બોલીવુડના અન્ય મોટા સંગીતકારો પણ આ યાદીમાં સામેલ છે. જેમ કે, બોબી દેઓલની ફિલ્મ ‘ગુપ્ત’નું ગીત ‘દુનિયા હસીનો કા મેલા’ એક જાપાનીઝ ગીતની નકલ હોવાનું કહેવાય છે. ૯૦ના દાયકામાં ઇન્ટરનેટ ન હોવાને કારણે આવી ‘ચોરીઓ’ પકડાતી નહોતી, પરંતુ હવે ડિજિટલ યુગમાં બધું જ સામે આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version