Site icon

લાલ સિંહ ચઢ્ઢા ના પોસ્ટ પ્રોડક્શન માં વ્યસ્ત આમિર ખાને સ્ટુડિયો માં જ લીધો પાવર નેપ- ફિલ્મના ડિરેક્ટરે તસવીર શેર કરી કહી આ વાત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા આમિર ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Lal singh Chaddha)સાથે કમબેક કરવા માટે તૈયાર છે. 2021માં એક ગીત સિવાય, આમિર ખાન છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં જોવા મળ્યો હતો. આ દિવસોમાં આમિર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશનમાં (film promotion)વ્યસ્ત છે.આ દરમિયાન ફિલ્મના નિર્દેશક અદ્વૈત ચંદને આમિર ખાનની એક તસવીર શેર કરી છે, જેમાં તે સૂતો જોવા મળી રહ્યો છે. અદ્વૈતે આમિરને 'કુંભકરણ' (Kumbh karan)પણ કહ્યો છે.

Join Our WhatsApp Community

આમિર ખાન સ્ટારર લાલ સિંહ ચઢ્ઢા તેની રિલીઝની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, ફિલ્મની સમગ્ર કાસ્ટ અને ક્રૂ ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન(post production) કામમાં વ્યસ્ત છે જેથી બધું એકદમ પરફેક્ટ છે. આ બધાની વચ્ચે ફિલ્મનો મુખ્ય અભિનેતા આમિર ખાન પણ એટલો વ્યસ્ત રહે છે કે તેને સૂવાનો સમય પણ ભાગ્યે જ મળી રહે છે. તાજેતરમાં, લાલ સિંહ ચઢ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદને તેના સોશિયલ મીડિયા પેજ પર મુખ્ય અભિનેતા આમિર ખાનનો ફોટો(Aamir Khan photo share) શેર કર્યો છે.આ ફોટામાં આમિર સૂતો જોવા મળી રહ્યો છે અને તેની સાથે લીલા રંગનું ઓશીકું પણ જોઈ શકાય છે. તેને જોતા એવું લાગે છે કે આ પોસ્ટ પ્રોડક્શન સ્ટુડિયોમાં(studio) લેવાયેલ ફોટો છે, જ્યાં આમિરે કામમાંથી ફ્રી સમય મળતાની સાથે જ નિદ્રા(power nap) લીધી હતી. આ ફોટો શેર કરતી વખતે ડિરેક્ટરે કેપ્શનમાં લખ્યું- 'સૂતામાં પણ પરફેક્શનિસ્ટ'. ઉઠતો પણ નથી. #કુંભકરણ'

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ બની કાજોલ તો રણવીર સિંહે બન્યો ફરીદા જલાલ- બન્ને એ રિક્રિએટ કર્યો K3G નો સીન-સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફની વિડીયો-જુઓ વિડીયો

આમિર ખાન પ્રોડક્શન્સ, કિરણ રાવ અને વાયકોમ 18 સ્ટુડિયો(viacom18) દ્વારા નિર્મિત ‘લાલ સિંહ ચઢ્ઢા માં કરીના કપૂર ખાન, મોના સિંહ અને ચૈતન્ય અક્કીનેની પણ છે. આ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની (forest grumps)સત્તાવાર રીમેક છે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મને દર્શકોમાં ઘણો ઉત્સાહ મળ્યો છે અને થોડા સમય પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને(film trailer) દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version