Site icon

‘આશ્રમ’ ના ભોપા સ્વામી પાસે એક સમયે ખાવાના પણ પૈસા નહોતા, આજે છે કરોડોની સંપત્તિ ના માલિક; , જાણો તેમની નેટવર્થ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

 

એમએક્સ પ્લેયર પર રિલીઝ થયેલી હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’મ હજુ પણ ચર્ચામાં છે. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરિયલે ડિજિટલ દુનિયામાં એક અલગ જ ઓળખ બનાવી છે. આ સિરીઝના દરેક પાત્રને દર્શકોએ પસંદ કર્યું છે. બાબા નિરાલાથી લઈને બબીતા ​​સુધી દરેક કલાકારે પોતાના રોલમાં જીવ લગાવ્યો છે.આ શ્રેણીમાં, કાશીપુરના બાબા સાથે દેખાતા, બોબી દેઓલ દ્વારા ભજવવામાં આવેલ અને આશ્રમની જવાબદારી સંભાળનાર ભોપા સ્વામીએ લોકોના દિલો પર રાજ કર્યું છે. ભોપા સ્વામીનું પાત્ર ભજવનાર ચંદન રોય સાન્યાલને હવે કોઈ ઓળખની જરૂર  નથી. તેની એક્ટિંગે બધાને ચોંકાવી દીધા છે. આજે અમે તમને બાબા નિરાલાના ખાસ ભોપા સ્વામીના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું.

આશ્રમના ચંદન રોય સાન્યાલ ઉર્ફે ભોપા સ્વામીએ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ રંગ દે બસંતીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે બટુકેશ્વર દત્તનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો.ચંદને પહેલી જ ફિલ્મથી પોતાની છાપ છોડી દીધી હતી. તે પછી તેણે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘કમીને’ માં કામ કર્યું. લાંબા સમયથી એક્ટિંગ જગતમાં સક્રિય ચંદન આજે મોટી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકાઓ ભજવીને એક અલગ જ ઓળખ બનાવી છે.

ચંદને 'આશ્રમ', 'કાલી' સીઝન 2 અને 'ફોર્બિડન લવ' સિરીઝની ફિલ્મ 'રૂલ્સ ઓફ ધ ગેમ' જેવા પ્રોજેક્ટ્સમાં શાનદાર કામ કર્યું છે. શું તમે જાણો છો કે એક સમય એવો હતો જ્યારે ચંદન રોયે શરૂઆતના દિવસોમાં પૈસાના અભાવે ખાવાનું છોડી દીધું હતું.20 વર્ષ પહેલાંના મુંબઈમાં તેના શરૂઆતના દિવસોને યાદ કરતાં ચંદને કહ્યું, "જ્યારે હું પહેલીવાર મુંબઈ આવ્યો ત્યારે હું ખરેખર ગરીબ હતો અને મારી પાસે પૈસા ન હોવાને કારણે ક્યારેક ભોજન છોડવું પડતું હતું." સમય સાથે, ચંદનનું જીવન બદલાઈ ગયું અને આજે તે શાહી જીવનશૈલી જીવે છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નહીં કરે ડેસ્ટિનેશન વેડિંગ, આ મોટું કારણ આવ્યું સામે ; જાણો વિગત

આશ્રમના ભોપા સ્વામી ઉર્ફે ચંદન રોય સાન્યાલની નેટવર્થ કરોડોની છે.એક ન્યૂઝ વેબસાઈટ  ના અહેવાલ મુજબ, તે 1-5 મિલિયન ડોલરની સંપત્તિના માલિક છે. ભારતીય ચલણમાં તેમની પાસે કુલ 7-8 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ચંદન પાસે આલીશાન ઘર પણ છે. અહેવાલો અનુસાર, આશ્રમ શ્રેણી પછી તેની ફીમાં પણ વધારો થયો છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version