258
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારને કોરોના થયો છે અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

રામસેતુનું શૂટિંગ આજથી મુંબઈમાં બીજી જગ્યાએ શરૂ થવાનું હતું. તે બદલ કોરોના ટેસ્ટ ફરજિયાત હોવાથી આખી જ ૧૦૦થી વધુ લોકોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૪૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રામસેતુના જુનીયર આર્ટીસ્ટ અને અક્ષય કુમારની ટીમના અમુક લોકોનો સમાવેશ છે.
અક્ષય કુમાર ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે.
You Might Be Interested In