Site icon

‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ના ચાહકોને લાગશે આંચકો! શૈલેષ લોઢા પછી હવે આ અભિનેત્રી પણ છોડી શકે છે શો; જાણો કોણ છે તે એક્ટ્રેસ

News Continuous Bureau | Mumbai

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકોને (Tarak Mehta ka oolta chashma)ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે ખબર પડી કે શૈલેષ લોઢા (Shailesh Lodha quit the show) શો છોડી રહ્યા છે. 'તારક મહેતા'ના દરેક પાત્રે દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં કોઈપણ કલાકાર શો છોડી દે છે ત્યારે ચાહકો નિરાશ થઈ જાય છે. એવા અહેવાલો છે કે શૈલેષ અને નિર્માતા વચ્ચે અણબનાવ થયો હતો. જોકે, હજુ સુધી બંનેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી. 'તારક મહેતા' છોડ્યા બાદ શૈલેષ લોઢા શેમારુ ટીવી (Shemaroo tv) પર 'વાહ ભાઈ વાહ' શો કરવા જઈ રહ્યા છે. તેનું ટીઝર પણ સામે આવ્યું છે. હવે એવું લાગી રહ્યું છે કે સિરિયલને વધુ એક ઝટકો લાગશે. એવા અહેવાલો છે કે બબીતા ​​જી એટલે કે મુનમુન દત્તા (Munmun dutta quit the show)પણ શોને અલવિદા કહેવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

મુનમુન દત્તા (Munmun dutta) વિશે ભૂતકાળમાં ઘણી વખત એવી અટકળો લગાવવામાં આવી હતી કે તે શો છોડવા જઈ રહી છે પરંતુ તેણે દરેક વખતે તેનો ઈન્કાર કર્યો હતો. હવે લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, 'બિગ બોસ ઓટીટી' સીઝન 2 (Big boss OTT season 2)માટે નિર્માતાઓ દ્વારા મુનમુન દત્તાનો સંપર્ક કરવામાં આવ્યો છે. શો માટે સ્પર્ધકોની શોધ શરૂ કરી દેવામાં આવી છે.આ રિયાલિટી શોનો(reality show) ભાગ બનવાનો અર્થ એ છે કે મુનમુન આ શોને અલવિદા કહી શકે છે. મુનમુન દત્તા 'બિગ બોસ ઓટીટી'માં ભાગ લેશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી પરંતુ જો આવું થશે તો નિર્માતાઓ અને ચાહકો ચોક્કસ નિરાશ થશે.

આ સમાચાર પણ વાંચો: શું KGF 3 માં સાથે જોવા મળશે યશ અને પ્રભાસ? ફિલ્મ ના ત્રીજા ભાગ ને લઇ ને પ્રોડ્યુસરે કહી આ વાત

મુનમુન દત્તા 'બિગ બસ 15'માં (Big boss 15 challenger)ચેલેન્જર તરીકે જોવા મળી હતી. સુરભી ચાંદના, આકાંક્ષા પુરી અને વિશાલ પુરી ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક માટે તેમની સાથે હતા. જો મુનમુન 'બિગ બોસ ઓટીટી' કરે છે તો તે પણ ટૂંક સમયમાં કન્ફર્મ થઈ જશે. બસ તેના માટે થોડી રાહ જોવી પડશે.

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version