News Continuous Bureau | Mumbai
હરિયાણાની(Haryana) ભાજપ નેતા(BJP leader) અને સોશિયલ મીડિયા સ્ટાર(Social Media Star) સોનાલી ફોગાટના(Sonali Phogat) મૃત્યુ અંગે ગોવા પોલીસ (Goa Police) તરફથી ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. સોનાલી ફોગાટને લિક્વિડને મિક્સ કરી ડ્રગ્સ (Drugs) પીવડાવવામાં આવ્યું હતું. સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) બાદ ગોવા પોલીસ દ્વારા આ ખુલાસા કરાયા છે.
દરમિયાન ડ્રગ્સના નશામાં લથડિયા ખાતા સોનાલી ફોગાટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે. આ ફૂટેજ સવારે 4:27 વાગ્યાના છે. ગોવા પોલીસે હોટલના 200 થી 300 સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે જેમાં આ ભાગ મળ્યો છે. આ ફૂટેજમાં સોનાલી ટોપ અને હાફ પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેમને હોટલના કોરિડોરથી રૂમમાં લઈ જવામાં આવી રહ્યા છે.
This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22 She can barely walk Drunk or God knows what they drugs they gave her #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL
— Rosy (@rose_k01) August 26, 2022
આ સમાચાર પણ વાંચો : સુપર ફ્લોપ છતાંય આમિર ખાનની ફિલ્મે અધધધ આટલા કરોડ કમાયા- તોડ્યા આ રેકોર્ડ્સ
ફૂટેજમાં જોવા મળે છે કે તે પોતાના પગ પણ બરાબર રાખી શકતી નથી અને લથડિયાં ખાઈને ચાલી રહી છે. એક વ્યક્તિ તેમને ખભાના ટેકાથી લઈ જઈ રહ્યો છે. આ ફૂટેજ પરથી પહેલી નજરે એવું લાગે છે કે તે ખૂબ જ નશામાં છે અને તેની સાથે જબરદસ્તી પણ કરવામાં આવી છે. જો કે ઉંડી તપાસ બાદ જ સત્ય હકીકત જાણવા મળશે.