Site icon

આ ફિલ્મ દરમિયાન શરુ થઇ હતી અભિષેક- ઐશ્વર્યા ની લવ સ્ટોરી, પછી બની હતી બચ્ચન પરિવારની વહુ; જાણો ઐશ્વર્યા ની લવ સ્ટોરી વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 01 નવેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. ઐશ્વર્યાએ મિસ વર્લ્ડથી બોલીવુડની ટોચની અભિનેત્રી સુધીની તેની સફર હાંસલ કરી છે. આજે 1 નવેમ્બરે ઐશ્વર્યા તેનો 48મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. ઐશ્વર્યા પચાસની નજીક પહોંચી રહી છે પરંતુ આજે પણ તે ખૂબ જ સુંદર અને ફિટ દેખાય છે. તે ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે જેની પાછળ દુનિયા પાગલ છે. દરેક વ્યક્તિ તેને મેળવવા ઈચ્છતા હતા પરંતુ તેણે પોતાનું દિલ અભિષેક બચ્ચનને આપી દીધું. અભિષેક અને ઐશ્વર્યાને બોલિવૂડની શાનદાર જોડી કહેવામાં આવે છે. તેમની લવ સ્ટોરી ખૂબ જ સુંદર છે અને લોકોને કપલ ગોલ પણ આપે છે. ઐશ્વર્યા અને અભિષેક ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા પરંતુ થોડા સમય પછી તેમની વચ્ચે લવ સ્ટોરી શરૂ થઇ હતી. ઘણા લોકો હજુ પણ જાણવા માગે છે કે અભિષેક ને ઐશ્વર્યાનું દિલ કેવી રીતે મળ્યું અને આ સુંદર કપલ કેવી રીતે બન્યું.

ઐશ્વર્યા અને અભિષેકની પહેલી મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે'ના સેટ પર થઈ હતી. આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નહીં અને અભિષેક અને ઐશ્વર્યાની જોડી પણ ખાસ ધ્યાન ખેંચી શકી નહીં. તે જ સમયે, ઐશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું હતું અને તેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, પાછળથી ઐશ્વર્યા અને સલમાનના સંબંધો  ખૂબ જ ખરાબ લડાઈ સાથે સમાપ્ત થયા હતા. આ પછી ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું પરંતુ પ્રેસ કોન્ફરન્સમાં વિવેકે ફરીથી સલમાનનું નામ લઈને વિવાદ સર્જ્યો હતો. ઐશ્વર્યા આ બધાથી દૂર રહેવા માંગતી હતી તેથી તેણે વિવેકને તેનો મિત્ર ગણાવ્યો.

આ પછી અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ 'ઉમરાવ જાન'ના સેટ પર મળ્યા હતા. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મ બહુ સફળ રહી ન હતી પરંતુ આ ફિલ્મથી જ અભિષેક અને ઐશ્વર્યાનો પ્રેમ શરૂ થયો હતો. એક ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે અભિષેક બચ્ચને તેને ખૂબ જ રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું હતું. અભિષેકે ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ગુરુના પ્રમોશન દરમિયાન ઐશ્વર્યાને નકલી વીંટી પહેરાવી ને  પ્રપોઝ કર્યું હતું અને ત્યારબાદ વર્ષ 2007માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઐયર ભાઈ તરીકે પ્રખ્યાત તનુજ મહાશબ્દે ની થઈ હતી લેખક તરીકે એન્ટ્રી પરંતુ બની ગયા સાયન્ટિસ્ટ ; જાણો તનુજને આ પાત્ર કેવી રીતે મળ્યું

લગ્નના ચાર વર્ષ બાદ ઐશ્વર્યા માતા બની અને પુત્રી આરાધ્યાને જન્મ આપ્યો. શરૂઆતમાં ઘણી વખત લોકોએ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમની વચ્ચે કંઈક ગડબડ છે. આના પર અભિષેકે કહ્યું કે તમે નિરાશ થઈ શકો છો પરંતુ અમારી વચ્ચે બધુ બરાબર છે. ઐશ્વર્યા પોતાના કરિયરની સાથે-સાથે ઘર પણ સંભાળી રહી છે અને આ જ વાત લોકો માટે એક ઉદાહરણ છે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version