Site icon

રિલીઝ પહેલા કાનૂની મુશ્કેલીમાં ફસાઈ થેન્ક ગોડ-ફિલ્મ ના નિર્દેશક તેમજ અભિનેતા અજય દેવગણ-સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ કેસ થયો દાખલ-જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા(Bollywood actor) અજય દેવગણ(Ajay Devgn) અને સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) ફિલ્મ 'થેંક ગોડ'(Thank God) કાયદાકીય મુશ્કેલીમાં(legal trouble)  ફસાઈ ગઈ છે. જૌનપુર(Jaunpur) ના એક વકીલે જૌનપુર કોર્ટમાં નિર્દેશક ઈન્દર કુમાર(Inder Kumar), અભિનેતા અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ હિન્દુ ધર્મની(Hinduism) ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન 18 નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર (Movie trailer) રિલીઝ કરવામાં આવ્યું છે તે હિંદુ ધર્મની મજાક ઉડાવે છે અને ધાર્મિક લાગણીઓને(religious sentiments) ઠેસ પહોંચાડે છે. પોતાની અરજીમાં વકીલે જણાવ્યું છે કે અજય દેવગન સૂટ પહેરીને ચિત્રગુપ્તનું(Chitragupta) પાત્ર ભજવતો જોવા મળે છે અને એક દ્રશ્યમાં તે જોક્સ કહેતો અને વાંધાજનક ભાષાનો(offensive language) ઉપયોગ કરતો જોવા મળે છે.

Join Our WhatsApp Community

પિટિશનમાં જણાવાયું હતું કે,"ચિત્રગુપ્તને કર્મનો દેવ(God of Karma) માનવામાં આવે છે અને તે માણસના સારા અને ખરાબ કાર્યોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આ પ્રકારનું નિરૂપણ એક અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે," હાલમાં જ અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેન્ક ગોડ’નું ટ્રેલર રિલીઝ થયું હતું. કોમેડી, ડ્રામા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મના ટ્રેલરને લઈને દર્શકોમાં ઉત્સાહ છે. ફિલ્મનું ટ્રેલર બતાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે અને તેના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો આ ટ્રેલરને ફની કહી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ પર હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા (The story of Yamalok) પર આધારિત જણાઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન, દેવ ચિત્રગુપ્તનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, દેવ ચિત્રગુપ્ત દરેક મનુષ્યના જીવનનો હિસાબ રાખે છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં તેના કાર્યોનો હિસાબ રાખતો જોવા મળશે.જો કે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા(Social media) પર પણ લોકો બોલિવૂડ(Bollyowood) પર હિન્દુ ધર્મના અપમાનનો(Insults to Hinduism) આરોપ લગાવી રહ્યા છે. આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ફિલ્મના મેકર્સ પર ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version