Site icon

24 વર્ષ બાદ બનશે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ની રિમેક, પહેલીવાર સાથે જોવા મળશે બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર ટૂંક સમયમાં જ અન્ય એક્શન હીરો ટાઈગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે. બંને ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મ 24 વર્ષ પહેલા 1998માં રિલીઝ થયેલી અમિતાભ બચ્ચન અને ગોવિંદા સ્ટારર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંની રિમેક હશે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. નિર્માતાઓનો દાવો છે કે આ સૌથી મોટી એક્શન એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ હશે.

 

ફિલ્મની જાહેરાત પહેલા જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની રિમેકની જાહેરાત થઈ શકે છે. ટાઈગર શ્રોફે એક વીડિયો શેર કર્યો હતો જેમાં અમિતાભ અને ગોવિંદાની ફિલ્મ બડે મિયાં છોટે મિયાના કેટલાક સીન બતાવવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે 24 વર્ષ પહેલા અમે બે મજબૂત કલાકારોને સાથે લાવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે હવે મોટી જાહેરાત કરવામાં આવશે. ત્યારથી આ ફિલ્મની રિમેકને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી.આ પહેલીવાર હશે જ્યારે અક્ષય અને ટાઈગર એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરશે. પૂજા એન્ટરટેઈનમેન્ટ પ્રોડક્શન હેઠળ નિર્મિત આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, વિકી ભગનાની, અલી અબ્બાસ ઝફર અને હિમાંશુ કિશન મહેરા કરશે. આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં રિલીઝ થશે.

“ભીમે “ લીધી જગતની વિદાયઃ અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું નિધન

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર બચ્ચન પાંડે, રામ સેતુ અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તો ત્યાં ટાઇગર શ્રોફ હીરોપંતી 2 અને ગણપત જેવી  ફિલ્મોમાં જોવા મળશે.

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version