Site icon

અક્ષય કુમારે વેચી પોતાની કરોડો રૂપિયાનો ફ્લેટ-આટલા નફા સાથે કર્યો સોદો-જાણો મુંબઈ માં ક્યાં ક્યાં છે અભિનેતા ની પ્રોપર્ટી 

News Continuous Bureau | Mumbai

અક્ષય કુમારે(Akshay Kumar) પોતાનો ફ્લેટ સંગીત નિર્દેશક(Music director) ડબ્બુ મલિક(Dabboo Malik) (અરમાન મલિક અને અમલ મલિકના પિતા) (father of Armaan Malik and Amal Malik)) અને તેની પત્ની જ્યોતિ મલિકને(Jyoti Malik) વેચી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારનો આ ફ્લેટ અંધેરી વિસ્તારમાં હતો, જેના માટે તેણે ડબ્બુ અને જ્યોતિ સાથે 6 કરોડ રૂપિયાની ડીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારે આ ફ્લેટ 2017માં લગભગ 4.12 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે મુજબ તેણે લગભગ 1.88 કરોડ રૂપિયાનો નફો કર્યો છે.

Join Our WhatsApp Community

અહેવાલો અનુસાર, અક્ષય કુમારે ડબ્બુ મલિકને જે ફ્લેટ વેચ્યો છે તે તેણે નવેમ્બર 2017માં અંધેરી વેસ્ટ (Andheri West) વિસ્તારમાં ટ્રાન્સકોન ટ્રાયમ્ફ ટાવરમાં(Transcon Triumph Tower)  ખરીદેલી ચાર મિલકતોમાંથી એક છે. અક્ષયે આ ચાર ફ્લેટ માટે સામૂહિક રીતે 15.1 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. ડબ્બુ મલિકને આપવામાં આવેલા ફ્લેટનો કાર્પેટ એરિયા(Carpet area) 1281 ચોરસ ફૂટ હોવાનું કહેવાય છે, જ્યારે તેની સાથે 59 ચોરસ ફૂટની બાલ્કની અલગથી સામેલ કરવામાં આવી છે.રિપોર્ટ્સમાં રિયલ એસ્ટેટ નિષ્ણાતોના(Real estate experts) હવાલાથી કહેવામાં આવ્યું છે કે અક્ષય કુમાર ઘણીવાર પ્રોપર્ટીમાં રોકાણ કરે છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ખાર વેસ્ટની જોય લિજેન્ડ બિલ્ડિંગમાં (Joy Legend Building) એક પ્રોપર્ટી ખરીદી હતી, જેના માટે તેણે 7.84 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એ જ રીતે ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેણે અપર વર્લી સ્થિત લોઢા પ્લેસનું લોઢા કોડનેમ નં. 1માં પ્રોપર્ટી ખરીદી હતી, જેની કિંમત આશરે રૂ. 4.85 કરોડ હોવાનું કહેવાય છે.અક્ષય કુમારની આખા મુંબઈમાં ઘણી પ્રોપર્ટી છે. અંધેરી વેસ્ટમાં ભારત આર્ક, અંધેરી ઈસ્ટ-JVLRમાં ઓબેરોય પ્રિઝમા, જુહુમાં પિરોઝા કોર્ટ, અંધેરી વેસ્ટમાં ઓબેરોય સ્પ્રિંગ, જુહુમાં પ્રાઇમ બીચ, બોરીવલીમાં ઓબેરોય સ્કાય સિટી વગેરે વગેરે અક્ષય  પાસે શહેરના તમામ મુખ્ય સ્થાનો પર મિલકતો છે. ક્યારેક તે મિલકત ખરીદે છે, ક્યારેક તે તેને વેચે છે, ક્યારેક તે તેને ભાડે આપે છે. આ રીતે અક્ષય કુમાર પ્રોપર્ટીમાં પૈસા લગાવીને ઘણી કમાણી કરે છે. અક્ષયની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેને દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અભિનેતા તરીકે જોવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  સુંદર દેખાવા માટે તબ્બુએ ખરીદી હતી અધધ આટલા હજારની ક્રીમ-પછી એવું થયું કે તેને થવા લાગ્યો પસ્તાવો-હવે કદી નહિ કરે આવી ભૂલ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મોટા પડદા પર અક્ષય કુમારની છેલ્લી ફિલ્મ 'રક્ષા બંધન(Rakshabandhan)' હતી, જે ફ્લોપ રહી હતી. પરંતુ તેની અગાઉની ફિલ્મ 'કટપુતલી' જે ઓટીટી(OTT) પર આવી હતી તે સુપરહિટ સાબિત થઈ હતી. તેની આગામી ફિલ્મોમાં 'રામ સેતુ', 'સેલ્ફી', 'OMG 2', 'નો સમાવેશ થાય છે.

 

Kantara Chapter 1 Trailer: ‘કાંતારા ચેપ્ટર 1’ ટ્રેલર થયું રિલીઝ,ઋષભ શેટ્ટી ના ખતરનાક અંદાજથી દુશ્મનો પણ ડરી ગયા
The Bads of Bollywood: ધ બેડસ ઓફ બોલિવૂડ માં રણબીર કપૂર ના આ સીન પર વિવાદ, NHRCએ કરી FIRની માંગ
Mardaani 3 Poster Out: નવરાત્રી ના પાવન અવસર પર રિલીઝ થયું મર્દાની 3 નું પોસ્ટર, એક્શન મોડ માં જોવા મળી રાની મુખર્જી
Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડિઝ ને લાગ્યો સુપ્રીમ કોર્ટ થી મોટો ઝટકો, અભિનેત્રી ની આ અરજી ફગાવવામાં આવી, જાણો સમગ્ર મામલો
Exit mobile version