Site icon

આલિયાએ બે વર્ષમાં એટલી કમાણી કરી છે જેટલી મેં 50 વર્ષમાં કરી છે : જાણો દીકરી આલિયા ભટ્ટનાં વખાણમાં મહેશ ભટ્ટે શું કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

મહેશ ભટ્ટે દીકરી આલિયા ભટ્ટનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું છે કે તે 50 વર્ષમાં એટલા પૈસા નથી કમાયા, એટલા પૈસા તેમની દીકરી આલિયા ભટ્ટે માત્ર બે વર્ષમાં કમાઈ લીધા છે. આલિયા ભટ્ટ ફૅવરિટ ઍક્ટર્સમાંથી એક છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે દીકરીની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે એ સિદ્ધિ તેનાં માતાપિતાને કારણે નથી.

મહેશ ભટ્ટે કહ્યું, 'આલિયા ભટ્ટ તેનાં માતાપિતા જેવી નથી. તેણે પોતાની ઓળખ જાતે બનાવી છે. હું હંમેશાંથી એક ફિલ્મમેકર રહ્યો છું. અમે હંમેશાં ઇન્ડસ્ટ્રીની ટોચ પર ઊભા રહ્યા છીએ. અમારું ઘર ફિલ્મી પાર્ટીઓ માટે નથી. મેં ઘર ચલાવવા માટે ફિલ્મો બનાવી છે. આલિયા ભટ્ટ પણ આ વાત જાણે છે. તે નિર્ભય રીતે કામ કરે છે, પણ તે બુદ્ધિશાળી છે. મહેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે, 'દુનિયા તમાશો જોવાવાળાઓથી ભરેલી છે, પરંતુ પ્રદર્શન કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. મને ફિલ્મો બનાવનારા લોકો માટે ખૂબ જ આદર છે, પછી ભલે તેમના માર્ગમાં ગમે એ આવે. તેઓ હાર માનતા નથી અને ફરીથી શરૂઆત કરે છે. આ તે લોકો માટે પણ લાગુ પડે છે જેઓ ખૂબ જ નાની ઉંમરે ઝડપથી સફળતા મેળવે છે. એક મિનિટ પહેલાં આલિયા ખૂબ જ નાની  છોકરી હતી. તે તેના પિતા પાસેથી ₹ 500 મેળવવા માટે તેના પગ પર ક્રીમ લગાવતી હતી. છેલ્લાં બે વર્ષમાં તેણે એટલા પૈસા કમાયા, જેટલા હું 50 વર્ષમાં કમાયો.

‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ ફિલ્મમાં શશી કપૂરની હીરોઇન બનવા ઝીનત અમાને કંઈક એવું કર્યું કે રાજ કપૂર ચોંકી ગયા; જાણો વિગત

આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તેણે 1999માં આવેલી ફિલ્મ સંઘર્ષમાં બાળકલાકારની ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે હાઈવે’, ‘ટુ સ્ટેટ’, ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાઅને રાઝીજેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીઅને  બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Prem Chopra Hospitalized: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા પ્રેમ ચોપડા હોસ્પિટલમાં દાખલ, જમાઈ એ આપ્યું તેમનું હેલ્થ અપડેટ
Exit mobile version