આલિયા ભટ્ટ સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં, BMC અધિકારીએ અભિનેત્રી ને લઇ કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ડિસેમ્બર 2021

શનિવાર

કરીના કપૂર અને અમૃતા અરોરા તાજેતરમાં જ કોરોનાની ઝપેટમાં આવી છે. કરીના અને અમૃતાએ જે પાર્ટીમાં હાજરી આપી હતી તેમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી. જોકે આલિયાનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ આરોપ છે કે તેણે કોરોના ગાઈડલાઈન્સના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.હવે આ મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આલિયાએ દિલ્હી જતી વખતે કોઈ પણ કોરોના ગાઈડલાઈન નિયમો તોડ્યા નથી. દિલ્હી જતા પહેલા તેનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તે ક્વોરેન્ટાઈનમાં ન હતી.

આલિયા હાલમાં જ તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના મોશન પોસ્ટર લોન્ચ માટે દિલ્હીમાં હતી. આલિયાના કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપો પર, BMCના એક વરિષ્ઠ અધિકારીએ ન્યૂઝ એજન્સી ને કહ્યું કે 'તેણીએ દિલ્હીની મુલાકાત દરમિયાન કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું નથી. દિલ્હી જતા પહેલા તેમનો કોવિડ 19 ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.અધિકારીએ મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા અને કહ્યું કે જો કોવિડ 19 રિપોર્ટ નેગેટિવ આવે તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ, તેણે એ પણ જણાવ્યું કે ગુરુવારની સવાર સુધી, બોલિવૂડ સેલિબ્રિટીના સંપર્કમાં આવેલા લોકોમાં કોરોના પોઝિટિવનો કોઈ રિપોર્ટ નથી.

મિસ વર્લ્ડ 2021માં કોરોના નો પગપેસારો , ઈવેન્ટના ઘણા ઉમેદવારો સહિત આટલા લોકો આવ્યા પોઝિટિવ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ કરણ જોહરના ઘરે આયોજિત પાર્ટીમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી. તેમાંથી કરીના કપૂર, અમૃતા અરોરા, શનાયા કપૂર, સીમા ખાન, મહિપ કપૂર કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ, કરણ જોહર, આલિયા ભટ્ટ અને મલાઈકા અરોરાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *