આલિયા ભટ્ટે નિભાવ્યો પત્ની ધર્મ-રણબીરની ફિલ્મના પ્રમોશનમાં આપ્યો સાથ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શુક્રવારે ભારતભરમાં ૪૩૫૦ સ્ક્રીન પર રિલીઝ થયેલી ફિલ્મ 'શમશેરા' (Shamshera)ને ખૂબ જ મોટા લેવલ પર પ્રમોટ કરવામાં આવી હતી અને ફિલ્મના કલાકારોએ દેશભરના વિવિધ લોકેશન્સ પર પહોંચીને ફિલ્મનું પ્રમોશન (promotion)કર્યું હતું. રણબીર કપૂર, સંજય દત્ત, વાણી કપૂરને લીડ રોલમાં ચમકાવતી એક્શન થ્રિલર ફિલ્મને લઈને ઓડિયન્સ પણ એક્સાઈટ જાેવા મલાઈ હતી અને ખાસ કરીને દર્શકો રણબીર અને સંજય દત્તની એક્શન સિક્વન્સ જાેવા માટે ઉત્સુક હતા. ફિલ્મ પ્રમોશનમાં હવે, રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ(Alia Bhatt) પણ જાેડાઈ છે. તેણે 'કપૂર' લખેલી ટી-શર્ટનો (T shirt photo)ફોટો પોસ્ટ કર્યો હતો. પોતાના હબીની ફિલ્મને પ્રમોશનમાં આલિયા ભટ્ટ પણ જાેડાઈ ચૂકી છે અને તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને 'શમશેરા'ને પ્રમોટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ઓહ- ભાભીજી ઘર પે હૈ ના આ મહત્વપૂર્ણ કિરદારનું નિધન થયું- ટેલીવુડ જગતમાં શોકની લાગણી

આલિયાએ પોસ્ટ શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, આજે કપૂર ડે છે. શમશેરા(Shamshera release) થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. થિયેટર્સમાં જઈને જાેઈ આવો. એક્શન! સ્કેલ! હાઈ ડ્રામા! હાઈ ઈમોશન! ફૂલ ઓન એન્ટરટેઈનમેન્ટ! 'શમશેરા'ને રિલીઝ પહેલા દિવસે જ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. રણબીર અને સંજય દત્તના ફેન્સ ફિલ્મના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ, ફિલ્મ વિવેચકોને વધુ એક બોલિવૂડ બિગ બજેટ ફેઈલર ગણાવી રહ્યા છે અને ફિલ્મની સરખામણી 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' સાથે થઈ રહી છે અને ફિલ્મને ખરાબ ગણાવી રહ્યા છે. રણબીરના ફિલ્મ સિલેક્શન પર પણ સવાલ ઉઠ્‌યો છે. જાે કે, ફિલ્મમાં રણબીરની એક્ટિંગ વખાણી છે અને ખાસ કરીને વાણી કપૂરના ગ્લેમરસ અવતારની ચર્ચા પણ થઈ રહી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment