Site icon

પુષ્પા 2 નું બજેટ જાણી ઉડી જશે હોશ, અલ્લુ અર્જુન વસૂલી રહ્યો છે અત્યાર સુધીની સૌથી વધુ ફી

News Continuous Bureau | Mumbai

આ દિવસોમાં સાઉથની ફિલ્મોનો ક્રેઝ ચાલી રહ્યો છે. પુષ્પા, RRR, KGF-2 જેવી સાઉથની ફિલ્મો(south film) પણ હિન્દી બેલ્ટમાં બ્લોકબસ્ટર (blockbuster)સાબિત થઈ છે. આ ફિલ્મોએ ઘણી કમાણી કરી છે. અલ્લુ અર્જુનની 9Allu arjun film Pushpa) ફિલ્મ પુષ્પાએ થિયેટરોમાં બમ્પર કમાણી કરી હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી, ત્યારબાદ હવે મેકર્સે પુષ્પા ધ રૂલ ફિલ્મના પાર્ટ 2 (Pushpa: The rule part2) પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મના બજેટમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે જ ફિલ્મના લીડ રોલ એક્ટર અલ્લુ અર્જુને પણ પોતાની ફી વધારી દીધી છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ ના  અહેવાલ મુજબ, પુષ્પા પાર્ટ 1ની સફળતા અને ધમાકેદાર કમાણી પછી, નિર્માતાઓએ પુષ્પાઃ ધ રૂલની (Pushpa: The rule part2) તૈયારી શરૂ કરી દીધી છે. પુષ્પાની ફિલ્મે હિન્દી બેલ્ટમાં ઘણી કમાણી કરી હતી. હવે લોકો પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. આ જોઈને મેકર્સે 'પુષ્પા ધ રૂલ' પર કામ શરૂ કર્યું. ફિલ્મનું બજેટ વધારીને 400 કરોડ કરવામાં આવ્યું છે. ફિલ્મનું પ્રોડક્શન બજેટ(production budget) 200 કરોડ છે. આ ફિલ્મનું બજેટ KGF 2 ના બજેટ (KGF2 budget) કરતાં ત્રણ ગણું હોવાના અહેવાલો છે. નિર્માતાઓએ માત્ર ફિલ્મનું બજેટ જ નથી વધાર્યું પરંતુ કલાકારોની ફી પણ વધારી દીધી છે. અલ્લુ અર્જુને પુષ્પાઃ ધ રૂલ માટે અત્યાર સુધીની સૌથી વધુ ફી લીધી છે. પુષ્પાની સફળતા બાદ અલ્લુ અર્જુને તેની ફી (Allu Arjun fees) પણ વધારી દીધી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અલ્લુ અર્જને પુષ્પા 2 માટે 100 કરોડ રૂપિયાની ફી લીધી છે. આ તેની અત્યાર સુધીની સૌથી વધુ ફી છે.રશ્મિકા (Rashmika Mandanna) ફિલ્મના બીજા ભાગ માટે ડબલ ફી (double fees)લેવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે તે ઓછામાં ઓછા 15 કરોડ કે તેથી વધુ ચાર્જ કરશે.

આ સમાચાર પણ વાંચો: હેલન બાદ હવે બોલિવૂડ ની આ દિગ્ગજ અભિનેત્રી કરી રહી છે 11 વર્ષ પછી ફિલ્મો માં વાપસી, પારિવારિક ફિલ્મ માં મળશે જોવા

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ ડિસેમ્બર (December) 2023માં રિલીઝ થશે. એવા અહેવાલો છે કે KGF 2 ની સફળતા પછી, નિર્માતાઓએ પુષ્પા 2 (Pushpa: The rule part2) ની સ્ક્રિપ્ટ બદલવાનું નક્કી કર્યું છે, પરંતુ જ્યારે નિર્માતા વાય રવિશંકર સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેમણે નકારી કાઢ્યું અને કહ્યું કે અમારી પાસે સારી સ્ક્રિપ્ટ છે. જેને બદલવાની જરૂર નથી. લોકોમાં આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સુકતા છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version