Site icon

સુહાના ખાનની સાથે આ બે સ્ટાર કિડ્સ પણ કરવા જઈ રહ્યા છે બૉલિવુડમાં એન્ટ્રી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે ઝોયા અખ્તર શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાનને તેના આગામી પ્રોજેક્ટમાં લૉન્ચ કરવા જઈ રહી છે. એવા અહેવાલો પણ હતા કે ઝોયા અખ્તર સુહાના સાથે વધુ બે સ્ટાર કિડ્સ લૉન્ચ કરશે. હવે તે બંનેનાં નામ પણ સામે આવ્યાં છે. એવા અહેવાલ છે કે ઝોયા અખ્તર સુહાના ખાન સાથે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂરને લૉન્ચ કરવા જઈ રહી છે. ખુશી કપૂર જાહ્નવી કપૂરની બહેન અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી છે. ઇબ્રાહિમ અલી ખાન સૈફ અલી ખાનનો પુત્ર છે. સુહાના કિંગ ખાન શાહરુખની પુત્રી છે. ઝોયા અખ્તરે ફિલ્મ ઉદ્યોગને 'દિલ ધડકને દો', 'ગલી બૉય' અને 'જિંદગી ના મિલેગી દોબારા' જેવી મહાન ફિલ્મો આપી છે. ઝોયા અખ્તર આંતરરાષ્ટ્રીય કૉમિક બુક આર્ચી પર શ્રેણી બનાવી રહી છે, જે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર રજૂ થશે.

વિકી કૌશલ અને કેટરિના કૈફે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી? જાણો વાયરલ અફવાઓનું સત્ય શું છે

ઝોયાએ તેની મુખ્ય ભૂમિકા માટે સુહાનાનું નામ નક્કી કર્યું છે. આ શ્રેણીમાં, સુહાનાને બેટીની ભૂમિકા માટે, ખુશી કપૂરને વેરોનિકા તરીકે અને ઇબ્રાહિમને આર્ચી તરીકે સાઇન કરવામાં આવી છે. શ્રેણી સાથે સંબંધિત બાકીની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version