Site icon News Continuous Bureau | Mumbai

Smriti Irani: McDonald’s માં નોકરીથી લઈને પ્રતિ એપિસોડ ૧૪ લાખની ફી સુધી: જાણો સ્મૃતિ ઈરાનીના સંઘર્ષની કહાની, ‘તુલસી’ બનતા પહેલા શું કરતી હતી અભિનેત્રી?

Smriti Irani: ૧૯૯૮માં મિસ ઈન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો પણ તાજ ન જીતી શક્યા, ક્યારેક એક એપિસોડના મળતા હતા ૧૮૦૦ રૂપિયા; જાણો તેમની પર્સનલ લાઈફ વિશેના ખુલાસા. Story - Smriti Irani: સ્મૃતિ ઈરાનીએ એક્ટિંગ અને પોલિટિક્સ બંનેમાં સફળતા

From McDonald’s to ₹14 Lakh Per Episode: The Inspiring Journey of Smriti Irani and Her Iconic Role as Tulsi Virani

From McDonald’s to ₹14 Lakh Per Episode: The Inspiring Journey of Smriti Irani and Her Iconic Role as Tulsi Virani

News Continuous Bureau | Mumbai

Smriti Irani: સ્મૃતિ ઈરાનીએ એક્ટિંગ અને પોલિટિક્સ બંનેમાં સફળતાના શિખરો સર કર્યા છે. વર્ષ ૨૦૦૦માં શરૂ થયેલા એકતા કપૂરના શો ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ માં ‘તુલસી વીરાણી’ ના પાત્રએ તેમને ઘર-ઘરમાં ઓળખ અપાવી હતી. જોકે, આ સફળતા મેળવતા પહેલા તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Udit Narayan FIR: ઉદિત નારાયણ વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ! પ્રથમ પત્નીના આરોપથી ગાયકની મુશ્કેલી વધી, મેડિકલ ક્રાઈમ કે અંગત દુશ્મની? જાણો વિગત

કરિયરની શરૂઆત અને મિસ ઈન્ડિયાની સફર

સ્મૃતિ ઈરાનીએ ૧૯૯૮માં મિસ ઈન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ આ તાજ જીતી શક્યા નહોતા. તે જ વર્ષે તેમણે મીકા સિંહના આલ્બમ ‘સાવન મેં લગ ગઈ આગ’ માં એક નાનકડો રોલ કર્યો હતો. ટીવીમાં આવતા પહેલા તેમણે પૈસા કમાવવા માટે McDonald’s માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત, ૧૯૯૫ થી ૧૯૯૭ વચ્ચે તેઓ ગોવામાં સ્ટ્રિંગર તરીકે પણ કાર્યરત હતા રિપોર્ટ્સ મુજબ, જ્યારે વર્ષ ૨૦૦૦માં ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’ શરૂ થયો, ત્યારે સ્મૃતિ ઈરાનીને એક એપિસોડના અંદાજે ૧૮૦૦ રૂપિયા મળતા હતા. આજે તે જ શોની બીજી સીઝન એટલે કે ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી ૨’ માટે તેઓ પ્રતિ એપિસોડ ૧૪ લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ આંકડો તેમની સફળતા અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.


સ્મૃતિ ઈરાનીએ વર્ષ ૨૦૦૧માં પારસી બિઝનેસમેન ઝુબિન ઈરાની સાથે લગ્ન કર્યા હતા. ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા આક્ષેપો થયા કે તેમણે પોતાની બહેનપણી મોનાના પતિ સાથે લગ્ન કર્યા છે. આ અંગે તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “મોના મારી બાળપણની બહેનપણી નથી, તે મારા કરતા ૧૩ વર્ષ મોટી છે. તેને રાજકારણમાં ન ખેંચો, તે સન્માનને પાત્ર છે.” સ્મૃતિ દિલ્હી યુનિવર્સિટીના કોમર્સ સ્ટુડન્ટ રહ્યા હતા, જોકે તેમણે માત્ર એક વર્ષ જ અભ્યાસ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version