અમિતાભ બચ્ચન અને પ્રભાસે શરૂ કર્યું સાથે શૂટિંગ, સાઉથ સુપરસ્ટાર બિગ બી સાથે કામ કરવા માટે ઉત્સાહિત, આ ફિલ્મ માં આવશે નજર ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022          

સોમવાર

બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન ઉંમરના આ તબક્કે પણ પૂરા જોશ સાથે વ્યસ્ત છે. ચાહકો ખૂબ જ ખુશ છે કે બચ્ચન સાહેબનો સિનેમા પ્રત્યેનો જુસ્સો વધી રહ્યો છે અને તેઓ અલગ-અલગ ફિલ્મો અને પાત્રોથી તેમના ચાહકો ના દિલ જીતી લે છે. આવી સ્થિતિમાં હવે અમિતાભના ફેન્સ માટે એક સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં 'બાહુબલી' સ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. પ્રભાસ અને અમિતાભ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

 

અભિનેતા અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તેણે અભિનેતા પ્રભાસ સાથે સાયન્સ-ફિક્શન ફિલ્મ માટે પોતાનો પહેલો શોટ આપ્યો છે. પોતાના ટ્વિટમાં અમિતાભે પ્રભાસને પ્રતિભાશાળી અને નમ્ર કલાકાર ગણાવ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'મહાનતી'ના નિર્દેશન માટે જાણીતા છે.આ નવી ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી તેથી તેને 'પ્રોજેક્ટ કે' કહેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળશે. અમિતાભે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે તેઓ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રભાસ પાસેથી ઘણું શીખવા માટે ખૂબ જ ઉત્સુક છે.

અમિતાભે ટ્વીટ કર્યું, 'પહેલો દિવસ, પહેલો શોટ. 'બાહુબલી' પ્રભાસ સાથેની પહેલી ફિલ્મ અને તેની આભા, તેની પ્રતિભા અને તેની અસાધારણ નમ્રતાથી આટલું સન્માન મેળવ્યું. હું તેની પાસેથી ઘણું શીખવા માટે ઉત્સુક છું. બીજી તરફ પ્રભાસે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર અમિતાભ બચ્ચનની એક તસવીર શેર કરી અને કહ્યું કે તેમની સાથે કામ કરવું એ 'સ્વપ્ન સાકાર થવા જેવું' છે.

ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરના લગ્નમાં આ સ્ટાર્સ બનશે ગેસ્ટ; જાણો પુરી લિસ્ટ અહીં

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment