Site icon

પિતા-પુત્રની જોડી ફરી એકવાર મોટા પડદા પર મળશે જોવા-અભિષેક બચ્ચનની આ ફિલ્મમાં નજર આવશે અમિતાભ બચ્ચન

News Continuous Bureau | Mumbai

દર્શકો લાંબા સમયથી દિગ્દર્શક આર બાલ્કીની (R Balki film Ghoomar)બહુચર્ચિત ફિલ્મ ‘ઘૂમર’ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, શબાના આઝમી, સૈયામી ખેર, અંગદ બેદી અને શિવેન્દ્ર સિંહ સહિત ઘણા કલાકારો જોવા મળશે. હાલમાં, આ પ્રોજેક્ટનું શૂટિંગ નવી મુંબઈના (Navi Mumbai)ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં (DY Patil sports stadium)ચાલી રહ્યું છે. હાલમાં જ ખબર આવી રહી છે કે હવે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) આ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ મેગાસ્ટારને આ ફિલ્મની ઓફર મળી છે અને તે જલ્દી જ શૂટિંગ શરૂ કરશે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન આર બાલ્કીની ફિલ્મના છેલ્લા શેડ્યૂલનો ભાગ હશે. પરંતુ તે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં (DY Patil stadium)આ ફિલ્મનું શૂટિંગ નહીં કરે. આ ફિલ્મના છેલ્લા ભાગ માટે અમિતાભ બચ્ચન અન્ય લોકેશન પર શૂટિંગ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આર બાલ્કીની આ ફિલ્મ ક્રિકેટ (cricket  base)પર આધારિત છે, તેથી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કોમેન્ટેટર(commentator) નો રોલ પ્લે કરશે.

આ સમાચાર પણ વાંચો : વિચિત્ર વ્યવસાય- આ સેલિબ્રિટી પોતાનો પરસેવો વેચી ને કમાય છે લખો રૂપિયા-પહેલા વેચતી હતી તેનો ગેસ

અહેવાલ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન અને આર બાલ્કીએ(R Balki planning) પ્લાનિંગ કર્યું છે. આર બાલ્કીની લગભગ દરેક ફિલ્મમાં બિગ બી જોવા મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આર બાલ્કીએ આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન(post production) કામ પણ શરૂ કરી દીધું છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી ફરી એકવાર ફિલ્મ ઘૂમર(Ghoomar) દ્વારા મોટા પડદા પર જોવા મળશે. ઘણા વર્ષો પછી પિતા-પુત્રની જોડી સ્ક્રીન પર જોવા મળશે. આર બાલ્કીની ફિલ્મ સાથે, બિગ બી વિકાસ બહલની 'ગુડબાય' અને અયાન મુખર્જી ની 'બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનની પાઈપલાઈનમાં સૂરજ બડજાત્યા ની ઊંચાઈ અને ધ ઈન્ટર્નની હિન્દી રિમેક પણ છે.

Karisma Kapoor-Sunjay Kapoor: શું ખરેખર પ્રિયા સચદેવે કરિશ્મા કપૂરનું લગ્નજીવન બરબાદ કર્યું હતું? બિઝનેસ મેન ની બહેન મંદિરા એ કર્યો ખુલાસો
TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી
Pankaj Tripathi: પંકજ ત્રિપાઠીનો લેટેસ્ટ લુક જોઈને ચોંકી જશે રણવીર સિંહ, અભિનેતા નો અતરંગી લુક જોઈને ચાહકો એ આપી આવી પ્રતિક્રિયા
Vijay Deverakonda-Rashmika Mandanna: અભિનંદન! વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાના ની ગુપ્ત રીતે થઈ ગઈ સગાઈ! આ દિવસે કરશે લગ્ન, અભિનેત્રી ની એક પોસ્ટ એ કર્યું ચર્ચા નું બજાર ગરમ
Exit mobile version