News Continuous Bureau | Mumbai
દર્શકો લાંબા સમયથી દિગ્દર્શક આર બાલ્કીની (R Balki film Ghoomar)બહુચર્ચિત ફિલ્મ ‘ઘૂમર’ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, શબાના આઝમી, સૈયામી ખેર, અંગદ બેદી અને શિવેન્દ્ર સિંહ સહિત ઘણા કલાકારો જોવા મળશે. હાલમાં, આ પ્રોજેક્ટનું શૂટિંગ નવી મુંબઈના (Navi Mumbai)ડીવાય પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં (DY Patil sports stadium)ચાલી રહ્યું છે. હાલમાં જ ખબર આવી રહી છે કે હવે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન(Amitabh Bachchan) આ ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડ મેગાસ્ટારને આ ફિલ્મની ઓફર મળી છે અને તે જલ્દી જ શૂટિંગ શરૂ કરશે.
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન આર બાલ્કીની ફિલ્મના છેલ્લા શેડ્યૂલનો ભાગ હશે. પરંતુ તે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં (DY Patil stadium)આ ફિલ્મનું શૂટિંગ નહીં કરે. આ ફિલ્મના છેલ્લા ભાગ માટે અમિતાભ બચ્ચન અન્ય લોકેશન પર શૂટિંગ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આર બાલ્કીની આ ફિલ્મ ક્રિકેટ (cricket base)પર આધારિત છે, તેથી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન કોમેન્ટેટર(commentator) નો રોલ પ્લે કરશે.
આ સમાચાર પણ વાંચો : વિચિત્ર વ્યવસાય- આ સેલિબ્રિટી પોતાનો પરસેવો વેચી ને કમાય છે લખો રૂપિયા-પહેલા વેચતી હતી તેનો ગેસ
અહેવાલ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન અને આર બાલ્કીએ(R Balki planning) પ્લાનિંગ કર્યું છે. આર બાલ્કીની લગભગ દરેક ફિલ્મમાં બિગ બી જોવા મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આર બાલ્કીએ આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન(post production) કામ પણ શરૂ કરી દીધું છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની જોડી ફરી એકવાર ફિલ્મ ઘૂમર(Ghoomar) દ્વારા મોટા પડદા પર જોવા મળશે. ઘણા વર્ષો પછી પિતા-પુત્રની જોડી સ્ક્રીન પર જોવા મળશે. આર બાલ્કીની ફિલ્મ સાથે, બિગ બી વિકાસ બહલની 'ગુડબાય' અને અયાન મુખર્જી ની 'બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે. એટલું જ નહીં, અમિતાભ બચ્ચનની પાઈપલાઈનમાં સૂરજ બડજાત્યા ની ઊંચાઈ અને ધ ઈન્ટર્નની હિન્દી રિમેક પણ છે.