ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
થોડા સમય પહેલાં ચર્ચા હતી કે દિગ્દર્શક અભિનવ દેવ ‘આંખે’ની સિક્વલ ‘આંખે ટુ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મના લીડ રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળવાના છે. વાત એવી પણ હતી કે આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ થવાનું હતું, પરંતુ હવે આ ફિલ્મ બનવાની શક્યતા નહિવત્ છે.
હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ પણ ઇડીના રડાર પર ; મની લોન્ડ્રિંગ મામલે EDએ આ અભિનેત્રીને મોકલ્યું સમન્સ, આગામી સપ્તાહે થશે પૂછપરછ
ફિલ્મના દિગ્દર્શક અભિનવ દેવે આ વાતની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ યુરોપમાં કરવાની યોજના હતી, પરંતુ કોવિડ-૧૯ના કારણે યુરોપ જવાની કોઈ શક્યતા રહેતી નથી. એથી અમિતાભ બચ્ચન આ ફિલ્મમાંથી નીકળી ગયા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય રોલ ભજવવાના હતા. મૂળ ફિલ્મમાં પણ તે જ હતા. તેમના વગર આ ફિલ્મ બનાવવી અશક્ય છે.