News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર્સમાં દિવાળી ની ધૂમ જોવા મળી રહી છે. તહેવારનો ઉત્સાહ દરેકમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન અને તેમનો આખો પરિવાર પણ લક્ષ્મી પૂજા માટે એકસાથે બંગલે પહોંચ્યો હતો. આને લગતા તેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. તસવીરોમાં ઐશ્વર્યા રાયની સુંદરતા અને અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા ની ક્યૂટ નેસ જોવા જેવી હતી. તો ચાલો એક નજર કરીએ અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર સાથે જોડાયેલી આ તસવીરો પર
લક્ષ્મી પૂજા માટે અમિતાભ બચ્ચન પરિવાર સાથે જોવા મળ્યા હતા. કારમાં બિગ બી તેમના પુત્ર સાથે સામે બેઠેલા જોવા મળ્યા હતા. સાથે જ તેમના બંગલાની બહાર પણ ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો.
બચ્ચન પરિવારની સાદગી એ હકીકતમાં પણ જોવા મળે છે કે આખો પરિવાર એક જ કારમાં એક સાથે આવ્યો હતો. આ પ્રસંગે અભિષેક બચ્ચન પોતે કાર ચલાવતો જોવા મળ્યો હતો.
ફોટામાં ઐશ્વર્યા રાયનો લુક જોવા જેવો હતો. ઐશ્વર્યા રાય પિંક સૂટમાં અલગ જ ચમકી રહી હતી. આ તસવીરોને લઈને ફેન્સ પણ તેના વખાણ કરી રહ્યા છે.
તસવીરોમાં આરાધ્યા બચ્ચન પણ પરિવાર સાથે જોવા મળી હતી. અમિતાભ બચ્ચનની પૌત્રી લક્ષ્મી પૂજન માટે ગુલાબી આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તેની ક્યૂટનેસ જોવા જેવી હતી.
અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ઉપરાંત જયા બચ્ચન પણ કારમાં જોવા મળ્યા હતા. આ ખાસ અવસર પર આખો પરિવાર પરંપરાગત અવતારમાં જોવા મળ્યો હતો, જેની ચાહકોએ પણ પ્રશંસા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ઐશ્વર્યા થી લઇ ને સારા અલી ખાન સુધી મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો-જુઓ વિડિયો