Site icon

અનન્યા પાંડેની ફિલ્મો નથી જોતી આ અભિનેત્રી, આપ્યું આ મોટું કારણ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

અભિનેત્રી અને મૉડલ નેહા શર્માએ અનન્યા પાંડે વિશે નિવેદન આપ્યું છે. તેનું કહેવું છે કે તેને અનન્યા પાંડેની ફિલ્મ જોવામાં રસ નથી. નેહાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે. તેણે કહ્યું કે તેને અનન્યાની ફિલ્મનું ટ્રેલર રોમાંચક નથી લાગતું.

ઇન્ટરવ્યૂમાં તેને પૂછવામાં આવ્યું કે અનન્યાનું નામ સાંભળીને તેના મગજમાં શું આવે છે? આના પર તેણે કહ્યું કે 'મારે ખરાબ નથી બનવું, પરંતુ હું વધુ ફિલ્મો જોતી નથી. આ સિવાય મને નથી લાગતું કે અનન્યા પાંડેની એવી કોઈ ફિલ્મ બની હોય જે હું જોવા માગતી હતી.’ 

હકીકતમાં હું ફિલ્મોના પ્રોમો જોઉં છું, જે પ્રોમો મને ઉત્તેજિત કરે છે, હું તે ફિલ્મ જોવા જાઉં છું. તેણે કહ્યું કે, અત્યાર સુધી હું અનન્યા પાંડેની કોઈ પણ ફિલ્મના પ્રોમોથી ઉત્સાહિત થઈ નથી. એના કારણે મને તેની ફિલ્મ જોવામાં રસ નથી. નેહા શર્માએ કહ્યું કે અલબત્ત, અનન્યા પાંડે આગળ વધી રહી છે. જો આગામી પાંચ વર્ષમાં તેની પાસે કંઈક હશે, જે હું જોવા માગું છું, તો હું ચોક્કસપણે તે જોઈશ, પણ હમણાં નહિ.

નોંધનીય છે કે નેહા શર્માએ 2010માં ઈમરાન હાશ્મીની ક્રૂકસાથે તેની બૉલિવુડ ઍક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે ક્યા સુપર કૂલ હૈ હમ’, ‘જયંતભાઈ કી લવ સ્ટોરી’, ‘યંગિસ્તાનઅને તુમ બિન 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની નવી ફિલ્મ 'આફત-એ-ઇશ્ક' રિલીઝ થવાની છે.

શું વિકી કૌશલ અને કેટરિના કૈફ જલ્દી લગ્ન કરવાના છે? જાણો આ પાછળ ની સચ્ચાઈ

અનન્યા પાંડેએ 2019માં સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ ફિલ્મથી બૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ઉપરાંત તે પતિ પત્ની ઔર વોઅને ખાલી પીલીમાં પણ જોવા મળી છે. તેની આગામી ફિલ્મ શકુન બત્રાની દિગ્દર્શિત ડેબ્યૂ છે. એમાં દીપિકા પાદુકોણ છે. આર્યન ખાનનું ડ્રગ્સ કેસમાં નામ સામે આવતાં અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા બે વખત પૂછપરછ કરવામાં આવી છે.

Karan Johar: કરણ જોહરને ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે નેશનલ એવોર્ડ મળતાં થયો ભાવુક, કહી આવી વાત
Gauri Khan On Shah Rukh Khan National Award: શાહરુખ ખાનને ‘જવાન’ માટે પ્રથમ નેશનલ એવોર્ડ મળતા ખુશ થઇ પત્ની, ગૌરી ખાને કિંગ ખાન માટે લખી આવી નોટ
Avika Gor: ‘બાલિકા વધૂ’ ફેમ અવિકા ગોરે તેના લગ્ન નું કાર્ડ શેર કરી કહી આવી વાત
Shahrukh khan: શાહરુખ ખાનને મળ્યો નેશનલ એવોર્ડ, પણ ઇનામની રકમ 2 લાખ ને બદલે મળશે 1 લાખ, જાણો શું છે કારણ
Exit mobile version