Site icon

અનુપમા સિરિયલ ની આ અભિનેત્રી એ સાઈન કરી ‘ખતરોં કે ખિલાડી 12’, હવે ખતરનાક સ્ટંટ કરતી મળશે જોવા

News Continuous Bureau | Mumbai

ખતરોં કે ખિલાડીની આગામી સીઝન 12 (Khatron ke khiladi-12)વિશે સતત ચર્ચાઓ થઈ રહી છે. દરરોજ નવા સ્પર્ધકોના નામ બહાર આવી રહ્યા છે. હવે ખતરોં કે ખિલાડી-12ની આ યાદીમાં અનેરી  વજાનીનું (Aneri vajani)નવું નામ છે. હા, આ દિવસોમાં અનુપમામાં (Anupama)જોવા મળેલી અભિનેત્રી અનેરી  વજાની પણ રિયાલિટી શો ખતરોં કે ખિલાડીથી કંઈક અલગ કરવાની તૈયારી કરી રહી છે.

Join Our WhatsApp Community

આ વિશે વાત કરતાં અભિનેત્રી અનેરી વજાનીએ કહ્યું, “ખતરોં કે ખિલાડી મારો પહેલો રિયાલિટી (first reality show) શો છે અને હું મારી ઉત્તેજના રોકી શકતી નથી. મને નવી વસ્તુઓ શોધવાનું અને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું ગમે છે. આ શો સાથે હું ચોક્કસપણે મારા જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચીશ. હું આ સાહસિક પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર છું અને આ પડકાર સ્વીકારવા માટે રાહ જોઈ શકતી નથી.અનુપમા (Anupama) શોમાં અનેરી વજાની માલવિકાની (Malvika)ભૂમિકા ભજવતી જોવા મળે છે. આ શોમાં તે અનુજની બહેન છે અને અનુપમાની નણંદ નો રોલ કરી રહી છે. આ દિવસોમાં તેની લોકપ્રિયતા વધી છે અને તેના પરિણામે, ચાહકો હવે રોહિત શેટ્ટીના (Rohit Shetty show)  શો ખતરોં કે ખિલાડી 12 માં અનેરી જોઈ શકશે.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગ્જ અભિનેતા વિરુદ્ધ દાખલ થયો કેસ, પોતાના નવા ગીત થી કેન્દ્ર સરકારની મજાક ઉડાવવા નો લાગ્યો આરોપ

ખતરોં કે ખિલાડી 12 માટે, રોહિત શેટ્ટી 27 મેની આસપાસ સ્પર્ધકો સાથે દક્ષિણ આફ્રિકા (south Africa) જવા રવાના થશે. રોહિત ત્યાં 55 દિવસ રોકાશે. કેપટાઉન (Cape Town)જતા પહેલા તમામ સ્પર્ધકોને મુંબઈમાં (Mumbai) ચાર દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે રિયાલિટી શોમાં  (Khatron ke khiladi12)રૂબિના દિલાઈક, પ્રતીક સહજપાલ, નિશાંત ભટ્ટ, રાજીવ આડતીયા, શિવાંગી જોશી, કનિકા માન, મોહિત મલિક, કોરિયોગ્રાફર તુષાર કાલિયા, ફૈઝલ શેખ ઉર્ફે મિસ્ટર ફૈસુના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે છેલ્લી વખત રોહિત શેટ્ટીનો શો અર્જુન બિજલાનીએ જીત્યો હતો.

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version