Site icon

અનુપમા-અનુજ ની સંગીત સેરેમની બાદ વાર્તા માં આવશે મોટો ટ્વિસ્ટ, ટ્વિટર પર #StopRuiningAnupama થઇ રહ્યું છે ટ્રેન્ડ; જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

ટીવી સિરિયલ અનુપમામાં (TV serial Anupama) અત્યારે જબરદસ્ત મેલો ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમા અને અનુજ ની મહેંદી સેરેમની (Maan mehndi ceremony)થઈ અને આ દરમિયાન વનરાજ શાહે (Vanraj Shah) પણ પોતાનો ગુસ્સો ઠાલવ્યો. ફંક્શનની વચ્ચે તે અનુજને ઘરેથી દૂર લઈ આવે છે. આજે અનુપમામાં બતાવવામાં આવશે કે વનરાજ શાહ (Sudhanshu Pandey)) અનુજ કાપડિયા સાથે તેની તમામ અસલામતી વિશે ખુલીને વાત કરશે. અનુજ કાપડિયા (Gaurav Khanna) તેને માત્ર એટલું જ કહેશે કે સંબંધ સાચવવો તેના હાથમાં છે. બીજી તરફ અનુપમાના આગામી એપિસોડમાં બાબુજીને હાર્ટ એટેક  (Bapuji heart attack)આવવાનો છે.

Join Our WhatsApp Community

આજે રાત્રે તમે અનુપમામાં જોશો કે અનુજ અને વનરાજ શાહ ઘરે 9Shah house)પાછા આવશે. અનુપમાને બંને પર ગુસ્સો આવશે પણ અનુજ કાપડિયા મામલો સાંભળી લેશે. આ પછી સંગીત સમારોહમાં અનુજ અને અનુપમા એક પછી એક તેમનું ભવ્ય પરફોર્મન્સ (Performance)આપશે. બા અને વનરાજ બંનેની ખુશી સહન નહીં કરે. સંગીત સેરેમની દરમિયાન જ બાબુજીને હાર્ટ એટેક (Bapuji heart attack) આવશે. બાબુજીની હાલત જોઈને અનુપમાના પગ નીચેથી જમીન સરકી જશે. બીજી તરફ રાખી દવે ના હાથ માં બાબુજીનો મેડિકલ રિપોર્ટ (Medical report)આવશે જે ભૂલ થી માલવિકા ગિફ્ટ ની સાથે લઇ આવી હતી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અનુપમામાં ભારે તમાશો જોવા મળવાનો છે.

આ સમાચાર પણ વાંચો: હોસ્પિટલમાં 100 દિવસ વિતાવ્યા બાદ મધર્સ ડે પર ઘરે આવી પ્રિયંકા ચોપરા ની દીકરી, અભિનેત્રી એ તસ્વીર શેર કરી લખી ભાવુક પોસ્ટ

આ બધા ટ્વિસ્ટ (Anupama twist) ની વચ્ચે અનુપમાના ચાહકો ઈચ્છે છે કે અનુપમાના જીવનમાં બધું સારું ચાલે. ચાહકો સતત પ્રાર્થના કરી રહ્યા છે કે અનુપમા અને અનુજના લગ્ન શાંતિપૂર્ણ રીતે થઈ જાય પરંતુ એવું થઈ રહ્યું નથી. આ કારણોસર, અનુપમાના ચાહકોએ મેકર્સ પાસે માંગ કરી છે કે તે દરેક લગ્ન સમારોહને સુંદર રીતે બતાવે અને ઉતાવળમાં બધું બગાડે નહીં. ટ્વિટર (twitter) પર ચાહકો #StopRuiningAnupamaને ટ્રેન્ડ (trend) કરીને તેમના વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે મેકર્સ હવે અનુપમાના ફેન્સની ડિમાન્ડને નજરઅંદાજ કરશે કે પછી લોકોની ડિમાન્ડ પ્રમાણે સ્ટોરીમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરશે?

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version